આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ બનાવ્યો રેકોર્ડ, રણબીર કપૂરે ફેન્સ માટે શેયર કર્યો ખાસ મેસેજ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Dec 05, 2022 | 10:45 PM

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયાની પહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ બોક્સ ઓફિસની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. રણબીર કપૂરે તેના ફેન્સ માટે એક ખાસ મેસેજ શેયર કર્યો છે.

આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ બનાવ્યો રેકોર્ડ, રણબીર કપૂરે ફેન્સ માટે શેયર કર્યો ખાસ મેસેજ
Ranbir Kapoor Brahmastra Movie
Image Credit source: Instagram

હિન્દી બ્લોકબસ્ટર બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન – શિવા આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થઈ ત્યારે રણબીર અને આલિયાના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આ એક્શન-એડવેન્ચર ફેન્ટસી ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયા પછી પણ ફેન્સને એક્સાઈટ કરતી રહી અને ભારતમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પહેલા દસ દિવસમાં સ્ટ્રીમ થયેલા કલાકોના આધાર પર અત્યાર સુધી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની. દર્શકોના દિલ પર અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ખૂબ જ ક્રેઝ જોવા મળ્યો કારણ કે તેઓ ડિઝની પ્લસ હોટસ્ટાર પર તેમની પસંદગીની ભાષામાં જ આ ફિલ્મ જોઈ શકતા હતા.

રણબીર કપૂરે ફેન્સ માટે શેયર કર્યો એક ખાસ સંદેશ

સ્ટાર સ્ટુડિયો, ધર્મા પ્રોડક્શન્સ, અયાન મુખર્જી અને પ્રાઈમ ફોકસ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની જેવા મોટા એકટર્સ સામેલ છે. પોતાની ફિલ્મની સફળતાને લઈને શિવનો રોલ કરનાર એક્ટર રણબીર કપૂરે કહ્યું, “બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવાને થિયેટરોમાં અને હવે ડિઝની પ્લસ હોટસ્ટાર પર મળેલી પ્રતિક્રિયાથી હું બહુ જ ખુશ છું. આ ફિલ્મ અમારા બધા માટે એક ડ્રીમ પ્રોજેક્ટ હતો, અને અયાન મુખર્જી માટે પણ, જેમણે એક દાયકા સુધી તેના પર કામ કર્યું હતું. બ્રહ્માસ્ત્રની આખી ટીમ તરફથી હું ફિલ્મને સપોર્ટ કરવા બદલ તમામ ફેન્સનો આભાર માનું છું.”

અહીં જુઓ ફિલ્મ બ્રહ્માસ્ત્રના કેટલાક વીડિયો

જાણો શું છે નિર્દેશક અયાન મુખર્જીનું કહેવું

તો આ ફિલ્મના માસ્ટરમાઈન્ડે નિર્દેશક અયાન મુખર્જીએ કહ્યું હતું કે “બોક્સ ઓફિસ પર સફળ રન કર્યા પછી, હું ડિઝની પ્લસ હોટસ્ટાર પર બ્રહ્માસ્ત્રના ડિજિટલ પ્રીમિયરની પ્રતિક્રિયાથી ખૂબ જ ઉત્સાહિત અને આભારી છું. લાંબી મુસાફરી અને ‘બ્રહ્માસ્ત્ર – ભાગ વન: શિવા’ માટે આખી ટીમે કરેલી મહેનત રંગ લાવી છે. હું બધા દર્શકો અને સમર્થકોનો એક્સપ્લોર કરવા માટે આભાર માનું છું.”

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati