Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ગીત ‘કેસરિયા’ રિલીઝ, એક્ટ્રેસે શેર કરી ગીતની એક નાની ઝલક

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને તેના પતિ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું (Brahmastra) મોસ્ટ અવેટેડ ગીત 'કેસરિયા' રિલીઝ થઈ ગયું છે. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ગીત 'કેસરિયા' રિલીઝ, એક્ટ્રેસે શેર કરી ગીતની એક નાની ઝલક
Alia-Bhatt-and-Ranbir-Kapoor-kesariya-song-Out Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 1:58 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરની (Ranbir Kapoor) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું (Brahmastra) ગીત ‘કેસરિયા’ રિલીઝ થઈ ગયું છે. જે આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. આ ફિલ્મ પણ હવે ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આલિયા અને રણબીરની એકસાથે આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ગીતનો વીડિયો શેર કરતી વખતે એક ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. તો જોવો બ્રહ્માસ્ત્રનું આ સુંદર ગીત.

રણબીર અને આલિયાના આ ગીતની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગીત રિલીઝ થયાને થોડી જ મિનિટો થઈ છે, પરંતુ આ ગીત તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કપૂર પરિવારની નવી વહુ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ પોતાના અને પતિ રણબીર સાથેની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.

આ પણ વાંચો

અહીં જુઓ આલિયા ભટ્ટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

મિનિટોમાં જ મળ્યા લાખો વ્યૂઝ

રિલીઝ થતાની સાથે જ આ ગીતને લાખો વ્યુઝ મળી રહ્યા છે. આ દર્શાવે છે કે રણબીર અને આલિયાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તમે જોઈ શકો છો કે કેસરિયા ગીતના વાયરલ વીડિયો પર દરેક સેકન્ડ વ્યૂઝ વધી રહ્યા છે. પ્રીતમ દા, અરિજીત સિંહ અને અમિતાભ ભટ્ટાચાર્યના આ ટ્રિપલ કોમ્બિનેશનએ ગીતને મિનિટોમાં જ સુપરહિટ સાબિત કર્યું છે.

અહીં સાંભળો આખું ગીત

આલિયાના કેપ્શને ખેંચ્યું બધાનું ધ્યાન

આલિયા ભટ્ટે પણ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગીતની એક નાની ઝલકની પોસ્ટ શેર કરીને એક સુંદર કેપ્શન આપ્યું છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે, “અમારા પ્રેમની ધૂન હવે તમારી”, કેસરીયા રિલીઝ થઈ ગયું છે. તેની પોસ્ટ પર સતત કોમેન્ટ અને લાયક્સનો વરસાદ થઈ રહ્યો છે. આ ગીતમાં રણબીર આલિયાની કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

ફિલ્મની રિલીઝની ફેન્સ જોઈ રહ્યા છે આતુરતાથી રાહ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. 5 વર્ષ પહેલા ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન બંનેના પ્રેમની શરૂઆત થઈ હતી. જે બાદ પાંચ વર્ષના સંબંધ બાદ બંનેએ 14 એપ્રિલે લગ્ન કરી લીધા હતા. હવે બંનેની એકસાથે પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">