AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 વર્ષની ઉંમરે Facebook પર પ્રેમ થયો, 75 દિવસમાં લગ્ન કરનાર અભિનેત્રીની Love Story છે અનોખી

Suhasini Mulay Love Story : આમિર ખાનની ફિલ્મ લગાનની ફેમસ અભિનેત્રી સુહાસિની મુલેની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. સુહાસિનીએ 15 વર્ષ પહેલા 60 વર્ષની ઉંમરે ફેસબુક દ્વારા અતુલ ગુર્ટૂ સાથે લગ્ન કર્યા હતા.

60 વર્ષની ઉંમરે Facebook પર પ્રેમ થયો, 75 દિવસમાં લગ્ન કરનાર અભિનેત્રીની Love Story છે અનોખી
Image Credit source: AI
| Updated on: Jun 19, 2026 | 2:39 PM
Share

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન 61 વર્ષની ઉંમરે આમિર ખાન લોન્ગ ટાઈમ પાર્ટનર ગૌરી સ્પ્રૈટ સાથે ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાવાનો છે. જ્યારે પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રેમ અને લગ્નની વાત આવે છે. તો લોકો હંમેશા હેરાન રહી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, આમિર ખાનની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ લગાનમાં તેની માતાનો રોલ નિભાવનારી દિગ્ગજ અભિનેત્રીએ આજથી 15 વર્ષ પહેલા સમાજના વિચાર બદલ્યા હતા.

60 વર્ષની ઉંમરે લગ્ન

અમે વાત કરી રહ્યા છીએ ફેમસ અભિનેત્રી સુહાસિની મુળેની હાલમાં લગાનની રિલીઝને 25 વર્ષ પૂર્ણ થવા પર એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી હતી. ત્યારબાદ તેની પર્સનલ લાઈફની સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર ફરી એક વખત વાયરલ થઈ હતી. લોકોને લાગી રહ્યું છે કે, તેમણે હાલમાં લગ્ન કર્યા છે. તેમણે 2011માં 60 વર્ષની ઉંમરે લગ્ન વૈજ્ઞાનિક પ્રોફેસર અતુલ ગુર્ટૂ સાથે કર્યા હતા. તો ચાલો જાણીએ આમિર ખાનની ઓન સ્ક્રીન માતાનો રસપ્રદ લવ સ્ટોરી વિશે.

ફેસબુક પર મુલાકાત થઈ

જ્યારે અભિનેત્રી 26 વર્ષની હતી તો તેમને લગ્ન વિશે પુછવામાં આવ્યું હતુ. ત્યારે સુહાસિનીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી હતી. મારે લગ્ન કરવા નથી. લોકો તેની માતાને મેણા મારતા હતા કે, છોકરી હાથમાંથી નીકળી જશે. તે લાંબા સમય સુધી લિવ ઈન રિલેશનશીપમાં રહી. જે 1990માં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ એકલી રહેતી હતી. 60 વર્ષની ઉંમર સુધી સુહાસિની સિંગલ હતી. એક કો-સ્ટારની સલાહ પર તેમણે કામ શોધવા માટે ફેસબુક પર અકાઉન્ટ બનાવ્યું હતુ. એક દિવસ અચાનક સ્ક્રીન પર એક પ્રોફાઈલ સજેશન આવ્યું હતુ. તે પ્રોફાઈલ હતી દેશના જાણીતા ફિઝિસિસ્ટ પ્રોફેસર અતુલ ગુર્ટુની.

અતુલ તે સમયે દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક પ્રોજેક્ટમાંથી એક લાર્જ હૈડ્રોન કોલાઈડર પર કામ કરી રહ્યો હતો. સુહાસિનીને શરુઆતથી સાયન્સમાં રુચિ હતી. તેમણે ફેસબુક પર સીધો મેસેજ લખ્યું આ એલએચસી શું હોય છે. બસ અહીથી સુહાસિની અને અતુલની લવ સ્ટોરી શરુ થઈ હતી. આ વાત ઈમેલ સુધી પહોંચી હતી. અતુલે વાતચીતમાં હિંટ પણ આપી હતી કે, તેઓ જીવનસાથી શોધી રહ્યા છે. સુહાસિની હસવા લાગી, જે વ્યક્તિ 60 વર્ષમાં ન મળ્યો તે હવે શું મળશે.

બંન્નેનું બોન્ડિંગ એટલું સુંદર હતું કે, નવેમ્બરના અંત સુધીમાં પહેલી વખત મળ્યા અને 75 દિવસની અંદર 16 જાન્યુઆરી 2011ના રોજ આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા.આજે, સુહાસિની 75 વર્ષની છે અને તેમના લગ્નને 15 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેમની સ્ટોરી બતાવે છે કે નવું જીવન શરૂ કરવા અને પ્રેમ શોધવા માટે કોઈ વય મર્યાદા નથી.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">