Maharani 2 Teaser Out: ‘મહારાની 2’ની રાહ થઈ પૂરી, હુમા કુરેશીની શાનદાર વેબ સિરીઝનું જુઓ ટીઝર
વેબ સિરીઝ મહારાની (Maharani) ઘણા સમયથી ચર્ચામાં છે. આ પોલિટિકલી પ્રેરિત આ સીરિઝનો પહેલો પાર્ટ પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી (Huma Qureshi) ટૂંક સમયમાં ઓટીટી પર કમબેક કરવા જઈ રહી છે. હુમા કુરેશીની વેબ સિરીઝ મહારાનીનું (Maharani) બીજી સીઝનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. હુમાએ વેબ સિરીઝ મહારાની 2નું ટીઝર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. વેબ સિરીઝ મહારાની ઘણા સમયથી ચર્ચામાં છે. પોલિટિકલી પ્રેરિત આ સીરિઝનો પહેલો પાર્ટ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. ત્યારથી જ દર્શકો તેના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફરી એકવાર હુમા મહારાની બનીને પરત ફરી છે. ટીઝર જુઓ…
View this post on Instagram
હુમા કુરેશીએ શેર કર્યું પોસ્ટર
આ પહેલા હુમા કુરેશીએ વેબ સીરિઝ સોશિયલ મીડિયા પર વેબ સિરીઝ મહારાની 2નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. તેણે પોસ્ટ પર એક કેપ્શન પણ આપ્યું છે. હુમાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કેપ્શન લખ્યું – ‘તે ફરી આવી રહી છે!!! મહારાની સિઝન 2 ટૂંક સમયમાં આવી રહી છે, છેલ્લી વખત તમે આપેલા પ્રેમ માટે ખૂબ જ આભારી છું, અમારો પ્રેમ, પરસેવો અને સખત મહેનતને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. ટીઝર આવતીકાલે રિલીઝ થશે.’
દર્શકો પણ જોઈ રહ્યા છે આતુરતાથી રાહ
પહેલા પાર્ટની સફળતા બાદ દર્શકો મહારાનીના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા હતા. ફેન્સને રાજકીય ઉથલપાથલથી ભરેલી આ વેબ સિરીઝનો પહેલો પાર્ટ ગમ્યો. હવે વેબ સિરીઝના ટીઝર પછી, ફેન્સ તેની નવી સીઝન માટે ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. હુમા કુરેશી દ્વારા ભજવવામાં આવેલા પાત્રના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના લુક વિશે વાત કરી રહ્યા છે. ઘણા યુઝર્સ એમ પણ કહી રહ્યા હતા કે તેઓ તેમને ફરીથી જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.
કેવી છે પહેલા પાર્ટની કહાની?
વેબ સિરીઝ મહારાની બિહારની રાજનીતિથી પ્રેરિત છે. આ સિરીઝમાં હુમા કુરેશી એક અલગ પાત્રમાં જોવા મળી હતી. પહેલા પાર્ટમાં તેણે ગામડાની સ્ત્રીનો રોલ કર્યો હતો. તેના પાત્રનું નામ રાની ભારતી હતું. જે ગ્રામીણ જીવનથી રાજકારણ સુધીની સફર કરે છે અને રાજ્યની સીએમ બને છે. વેબ સિરીઝમાં હુમા ઉપરાંત સોહમ શાહ, અમિત સિયાલ, મોહમ્મદ આશિક હુસૈન, ઈનામુલહક, વિનીત કુમાર અને તનુ વિદ્યાર્થી પણ મુખ્ય ભૂમિકામાં હતા.