Album sanak controversy : સિંગર બાદશાહે ‘શિવજી’નું નામ વાંધાજનક શબ્દો સાથે જોડ્યું, આલ્બમ ‘સનક’ પર છેડાયો વિવાદ, શિવ ભક્તો નારાજ
Album sanak controversy : સોશિયલ મીડિયાના યુટ્યુબ પર અત્યાર સુધીમાં 18 મિલિયન લોકો આ ગીતને જોઈ ચૂક્યા છે. આ ગીત પર અનેક સેલિબ્રિટીઓએ રીલ બનાવી છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે શિવભક્તો આ ગીતથી નારાજ છે.
Album sanak controversy : જાણીતા ગાયક બાદશાહ એક વિવાદમાં ફસાયા છે. આ વિવાદ તેના નવા આલ્બમ સનકના ગીત પર ઉભો થયો છે. આ ગીતમાં શિવજીને વાંધાજનક શબ્દો સાથે જોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શિવભક્તો આનો વિરોધ કરી રહ્યા છે અને સિંગરને માફી માંગવા માટે કહી રહ્યા છે. જો માફી નહીં માગે તો તેમની સામે એફઆઈઆર દાખલ કરવાની ચેતવણી પણ આપી છે.
આ પણ વાંચો : Pathan Controversy : ‘બેશરમ રંગ’ ગીત પર ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- ‘આપણો દેશ સ્પેન નથી બની ગયો’
મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી મહેશ પૂજારીએ આરોપ લગાવ્યો કે, ફિલ્મ સ્ટાર હોય કે ગાયક, તેમને ભગવાનના નામ પર અશ્લીલતા ફેલાવવાનો કોઈ અધિકાર નથી. તેમની સામે સમગ્ર દેશમાં એક સાથે કાર્યવાહી થવી જોઈએ. આ રીતે દરેક સનાતન ધર્મને ખોટી રીતે રજૂ કરતા રહેશે, તો અમે તેનો વિરોધ કરીએ છીએ. મહાકાલ સેના અને પૂજારી મહાસંઘ સહિતના હિન્દુ સંગઠનોએ આ ગીતમાંથી ભગવાન ભોલેનાથનું નામ તાત્કાલિક હટાવવાનું કહ્યું છે.
શું છે વિવાદિત હિસ્સો
બાદશાહનું 2 મિનિટ 15 સેકન્ડનું નવું ગીત જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. ગીતના 40 સેકન્ડ પછી ગીતના અંતમાં બોલ છે, કભી સેક્સ તો કભી જ્ઞાન બંતા ફિરૂન… આ પછી અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરીને ગીતના શબ્દોં હિટ પર હિટ મારતા ફિરૂન…તીન-તીન રાત લગાતાર જાગતા છે, ભોલેનાથ કે સાથ મેરી બનતી હૈ. સોશિયલ મીડિયાના યુટ્યુબ પર અત્યાર સુધીમાં 18 મિલિયન લોકો આ ગીતને જોઈ ચૂક્યા છે. આ ગીત પર અનેક સેલિબ્રિટીઓએ રીલ બનાવી છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે શિવભક્તો આ ગીતથી નારાજ છે.
બાદશાહ શિવભક્તોની માફી માંગે
ઉજ્જૈનના રહેવાસી ઋષભ યાદવે જણાવ્યું કે, પ્રખ્યાત ગાયક બાદશાહનું ગીત હવે ખૂબ ચાલી રહ્યું છે. અમે શિવના ભક્ત છીએ, જે ગીતમાં ભોલેનાથનું નામ છે તેમાં અશ્લીલતા પીરસવામાં આવી રહી છે. આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પરથી આ ગીતને તાત્કાલિક હટાવી દો અને બાદશાહે તમામ શિવભક્તોની માફી માંગવી જોઈએ, નહીં તો 24 કલાકમાં FIR દાખલ કરવામાં આવશે. નાગપુરથી મહાકાલ મંદિરના દર્શન કરવા આવેલા શ્રધ્ધાલુ જય એ કહ્યું કે, અશ્લીલ ગીતોમાં બાદશાહે શિવનું નામ લેવું ખોટું છે. તમે સેલિબ્રિટી છો, એનો અર્થ એ નથી કે તમારે સનાતન ધર્મ વિશે આવી વાત કરવી જોઈએ.
શહેરના સામાન્ય લોકો તેમજ મહાકાલ મંદિરમાં આવેલા ભક્તો અને પૂજારીઓએ આ ગીતનો વિરોધ કર્યો છે. કેટલાંક હિન્દુ સંગઠનોએ પણ આ ગીત સામે વાંધો ઉઠાવ્યો છે. પૂજારી મહાસંઘ અને મહાકાલ સેના આ ગીતનો વિરોધ કરી રહ્યા છે. મહાકાલ મંદિરના પૂજારી મહેશ પૂજારીનું કહેવું છે કે ભગવાન ભોલેનાથના નામ પર અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે, જે તદ્દન ખોટી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…