Pathan Controversy : ‘બેશરમ રંગ’ ગીત પર ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- ‘આપણો દેશ સ્પેન નથી બની ગયો’

પઠાણના (Pathan Controversy) ગીત 'બેશરમ રંગ'ના વિરોધમાં ઘણા સ્ટાર્સ પણ સામે આવ્યા છે. હવે મુકેશ ખન્નાએ ફિલ્મના ગીતને અશ્લીલ ગણાવ્યું છે. મુકેશ ખન્ના કહે છે કે ગીતમાં જાણી જોઈને ભગવા રંગની બિકીની પહેરવામાં આવી છે.

Pathan Controversy : 'બેશરમ રંગ' ગીત પર ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- 'આપણો દેશ સ્પેન નથી બની ગયો'
mukesh khanna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 7:05 AM

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ભાજપથી લઈને વિશ્વ હિન્દુ પરિષદ સુધીના અનેક સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો છે. ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકાની કેસરી બિકીનીને લઈને ઘણા સ્ટાર્સે વિરોધ પણ કર્યો છે. હવે શક્તિમાન એક્ટર મુકેશ ખન્નાએ ગીતના શબ્દો અને દીપિકાના ડ્રેસ પર વાંધો ઉઠાવ્યો છે. ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકાની ઓરેન્જ કલરની બિકીનીએ આ સમગ્ર હંગામો શરૂ કર્યો હતો, બાદમાં ગીતના શબ્દોને લઈને વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, કેસરી રંગ આસ્થાનું પ્રતિક છે. એટલા માટે આ રંગની બિકીની પહેરીને ‘બેશરમ રંગ’ પર ડાન્સ કરવો યોગ્ય નથી.

બેશરમ રંગ પર ગુસ્સો થયા મુકેશ ખન્ના

અભિનેતા મુકેશ ખન્નાએ ફિલ્મ ‘પઠાણ’ના ગીતને અશ્લીલ ગણાવ્યું છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું, ‘આજના બાળકો ટીવી અને ફિલ્મો જોઈને મોટા થઈ રહ્યા છે. એટલા માટે સેન્સર બોર્ડે આવા ગીતો પાસ ન કરવા જોઈએ. મુકેશ ખન્નાએ પણ આ ફિલ્મને લઈને સેન્સર બોર્ડ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ‘સેન્સર બોર્ડ સુપ્રીમ કોર્ટ નથી, કે જેનો વિરોધ ન કરવો જોઈએ’.

બાળકો પર ખરાબ અસર

મુકેશ ખન્ના કહે છે કે આવી ફિલ્મો અને ગીતો જોવાથી યુવાનો પર ખરાબ અસર પડે છે. તેણે કહ્યું- આપણો દેશ સ્પેન નથી બની ગયો, જ્યાં આવા ગીતો લાવી શકાય. અત્યારે તો અડધા કપડામાં જ ગીતો રચાઈ રહ્યા છે અને થોડા સમય પછી કપડાં વગરના ગીતો આવવા લાગશે. તેણે કહ્યું કે તેને સમજાતું નથી કે સેન્સર બોર્ડ આ રીતે ગીત કેમ પાસ કરે છે.

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

ભગવો રંગ શિવસેના, RSS અને ભાજપ સાથે જોડાયેલો છે-મુકેશ ખન્ના

મુકેશ ખન્નાએ ત્યાં સુધી કહ્યું કે, ‘શું સર્જકને ખબર નથી કે ભગવો રંગ ધર્મ અને સમુદાય સાથે જોડાયેલો છે અને તે લોકો માટે તે ઘણું મહત્ત્વ ધરાવે છે. તેણે કહ્યું કે, અમેરિકામાં તમે તેમના ધ્વજની બિકીની પહેરી શકો છો, પરંતુ ભારતમાં તમે આવું કરી શકતા નથી.

મુકેશ ખન્નાએ કહ્યું કે, ભગવો રંગ શિવસેના, આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલો છે. ભગવા રંગને લગતી પોતાની માન્યતાઓ છે. આવી સ્થિતિમાં જાણી જોઈને આ રંગની બિકીની પહેરવી એ કોઈ ભૂલથી ઓછું નથી.

g clip-path="url(#clip0_868_265)">