AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય કુમારે સુનીલ અને પરેશ રાવલ સાથે હાથ મિલાવ્યા, એક નહીં પરંતુ 3-3 પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે ત્રિપુટી

બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય પોતાના વ્યસ્ત શેડ્યૂલને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે. આ દરમિયાન એવા સમાચાર મળ્યા છે કે અક્ષય કુમારે એક સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી છે.

અક્ષય કુમારે સુનીલ અને પરેશ રાવલ સાથે હાથ મિલાવ્યા, એક નહીં પરંતુ 3-3 પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે ત્રિપુટી
Akshay Kumar, Sunil Shetty and Paresh Rawal
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 7:09 AM
Share

બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય પોતાના વ્યસ્ત શેડ્યૂલને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે. અક્ષય કુમાર એકમાત્ર એવા અભિનેતા છે જે આખું વર્ષ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહે છે. જોકે તેની પાસે હાલમાં ઘણા આગામી પ્રોજેક્ટ છે. 24 ફેબ્રુઆરીએ તેમની ફિલ્મ સેલ્ફી સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. આ દરમિયાન અક્ષય વિશે એક નવા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં ભૂતકાળમાં એવી ખબર આવી હતી કે અક્ષય કુમાર હેરા ફેરી 3 નો ભાગ નહીં હોય.

આ પણ વાંચો : હેરા ફેરી 3માં અક્ષય કુમારની એન્ટ્રી? ફિલ્મમેકરે લીધો આ મોટો નિર્ણય

ફેન્સમાં આનંદનો માહોલ

જો કે બાદમાં આ સમાચારને ખોટા કહેવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, અક્ષય આ ફિલ્મનો ભાગ હશે. આ દરમિયાન નવી માહિતી અનુસાર અક્ષય કુમારે સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે હાથ મિલાવ્યા છે. ખાસ વાત એ છે કે અક્ષયે સુનીલ અને પરેશ સાથે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ પ્રોજેક્ટ્સ માટે સંમતિ આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ હવે ચાહકોની ખુશીનો કોઈ ઠેકાણા નથી રહ્યા.

ત્રિપુટી લોકોનું કરે છે જોરદાર મનોરંજન

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ત્રિપુટી ફિલ્મ હેરા ફેરી 3ની સાથે આવારા પાગલ દીવાના અને વેલકમની આગામી સિક્વલમાં સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. માનવામાં આવે છે કે ફિલ્મની ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અક્ષય-સુનીલ અને પરેશ રાવલને એકસાથે સ્ક્રીન પર જોવાની ઘણી મજા આવશે. આ પહેલા પણ જ્યારે પણ આ ત્રણે એક સાથે આવ્યા છે ત્યારે લોકોનું હાસ્ય અટકવાનું નામ લેતું નથી.

મુંબઈમાં ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને મળ્યા

આ સિવાય સમાચાર અનુસાર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે હાલમાં જ મુંબઈના એક ફેમસ સ્ટુડિયોમાં એક ખાસ પ્રોમો વીડિયો શૂટ કર્યો છે. જો અહેવાલોનું માનીએ તો આ નવો પ્રોમો, જે ત્રણ બેક-ટુ-બેક ફિલ્મો માટે ત્રણેયના સહયોગની ઓફિશિયલ જાહેરાત કરશે. એવું માનવામાં આવે છે કે મેકર્સ આ પ્રોમો એક અઠવાડિયામાં રિલીઝ કરશે. પિંકવિલાના અહેવાલ મુજબ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે તાજેતરમાં મુંબઈના સ્ટુડિયોમાં હેરા ફેરી 3 વિશે ચર્ચા કરવા માટે મુંબઈમાં ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને મળ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">