અક્ષય કુમારે રિલીઝ કર્યું બેલબોટમનું નવું ગીત Sakhiyaan 2.0, મનિન્દર બુટ્ટરનું પંજાબી ગીતનું છે રિમેક

અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ 'બેલબોટમ' (Bellbottom) 19 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. જ્યાં આજે અભિનેતાએ પોતાની ફિલ્મનું નવું ગીત રજૂ કર્યું છે. આ ગીતનું નામ સખિયાં 2.0 (Sakhiyaan 2.0) છે. આ ગીતમાં અભિનેતા વાણી કપૂર સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. જુઓ આ ગીતનો વીડિયો

બોલીવુડના ખિલાડી એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) જોખમ લેવામાં મોખરે છે. હા, ગયા વર્ષે જ્યારે કોરોનાનો કહેર ચરમસીમા પર હતો, ત્યારે અક્ષય કુમારે જોખમ ઉઠાવ્યું અને પોતાની ફિલ્મ બેલબોટમ (Bellbottom)નું શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું. ફિલ્મના નિર્માતાએ પણ અક્ષયને ટેકો આપ્યો હતો અને ફિલ્મની ટીમને લંડન લઈ જવામાં આવી હતી, જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું.

 

 

અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ 19 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. જ્યાં થોડા સમય પહેલા ફિલ્મનું નવું ગીત સખિયાં 2.0 (Sakhiyaan 2.0) રિલીઝ થયું છે. તમને જણાવી દઈએ કે આ ગીત વર્ષ 2018માં રિલીઝ થયેલ પંજાબી ગીત ‘સખિયાં’ની રિમેક છે. આ ગીતને મનીન્દર બુટ્ટર અને ઝારા ખાને પોતાનો અવાજ આપ્યો છે.

 

 

જ્યાં હવે આ ગીતને અક્ષય કુમારે પોતાની ફિલ્મમાં જગ્યા આપી છે. આ ગીતનો વીડિયો પણ લંડનમાં શૂટ કરવામાં આવ્યો છે. જ્યાં આ ગીતમાં આપણને અક્ષય કુમાર અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ગીતમાં આ જોડીનું રોમેન્ટિક બોન્ડિંગ જોવા મળે છે. અક્ષય કુમારે ખુદ સોશિયલ મીડિયા પર આ ગીત શેર કર્યું છે. અભિનેતાએ આ ગીતને ટ્વીટર પર પોસ્ટ કર્યું અને લખ્યું, “તમારા લોકોનો સખિયાં 2.0ની વાઈબ અનુભવ કરવા માટે રાહ નથી જોઈ શકતો, ગીત રિલીઝ થઈ ચુક્યું છે.” તે જ સમયે, આ ફિલ્મનું પહેલું ગીત “મરજાવા” રિલીઝ થઈ ચુક્યું હતું.

 

 

 

બેલબોટમનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. જ્યાં ફિલ્મના ટ્રેલરને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વાણી કપૂર સિવાય હુમા કુરેશી સહિત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. ભારતમાં સિનેમાઘરો ખોલ્યા બાદ આ પહેલી ફિલ્મ છે જે રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય કુમાર ઈચ્છે છે કે પ્રેક્ષકો તેમની તમામ ફિલ્મો OTT પર નહીં પણ સિનેમા હોલમાં જઈને જુએ. જેના કારણે તેમણે આ ફિલ્મની રિલીઝ અટકાવી દીધી હતી.

 

 

આ ફિલ્મમાં અક્ષય કુમાર RAW એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. હવે જોવું રહ્યું કે દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે. એટલું જ નહીં, આ ફિલ્મ રિલીઝ થયા બાદ એ પણ જાણી શકાશે કે દર્શકો આ માહોલમાં ફિલ્મ જોવા માટે સિનેમાઘરમાં જવા તૈયાર છે કે નહીં.

 

આ પણ વાંચો :- Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું ‘BoycottRadhikaApte’

 

આ પણ વાંચો :- Indira Gandhi Vs Lara Dutta : મારામાં વાસ્તવિક ઈન્દિરા ગાંધી શોધવાનો પ્રયત્ન ન કરે ફેન્સ – લારા દત્તા

Click on your DTH Provider to Add TV9 Gujarati