Indira Gandhi Vs Lara Dutta : મારામાં વાસ્તવિક ઈન્દિરા ગાંધી શોધવાનો પ્રયત્ન ન કરે ફેન્સ – લારા દત્તા

લારા દત્તા (Lara Dutta) એ કહ્યું કે તે જાણતી હતી કે આ પાત્ર ભજવવું ખૂબ જ મુશ્કેલ હશે અને તે તેમના માટે મુશ્કેલ હતું પણ ખરુ. પરંતુ તેમને આશા છે કે લોકોને તેમનું કામ ગમશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 4:47 PM

અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ બેલ બોટમનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી લારા દત્તા તેના લુકને લઈને ચર્ચામાં બની છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલી લારા દત્તા બેલબોટમ સાથે કમબેક કરી રહી છે.

દરેકને ખુશ રાખવા મુશ્કેલ

કોઈ પણ અભિનેતા માટે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું પાત્ર ભજવવું સહેલું નથી અને તે પણ એક ખ્યાતનામનું જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ પાત્ર ભજવતી વખતે લારા દત્તાને પણ કંઈક એવું જ લાગ્યું. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી ખૂબ જ પડકારજનક હતી, તેથી લોકો દરેક રીતે તમને જજ કરે છે. બધાને હંમેશા ખુશ રાખવું અશક્ય છે, તમે ઇચ્છો તો પણ હું તે નથી કરી શકતી. ચાહકો મારામાં વાસ્તવિક ઈન્દિરા ગાંધી શોધવાનો પ્રયત્ન ન કરે.

અહીં જુઓ ટ્રેલર – BellBottom Trailer

લારા માટે મુશ્કેલ હતું આ પાત્ર

લારા દત્તાએ કહ્યું કે તે જાણતી હતી કે આ પાત્ર ભજવવું ખૂબ જ મુશ્કેલ હશે અને તે તેમના માટે રહ્યું પણ. પરંતુ તેમને આશા છે કે લોકોને તેમનું કામ ગમશે. તેમને બેલ બોટમ ફિલ્મની વાર્તા ખૂબ ગમી હતી, તેથી તેમણે આ ફિલ્મ પસંદ કરી. ઉપરાંત, લારાએ આ પાત્રને તેમના જીવનમાં એક અદભૂત તક તરીકે વર્ણવ્યું છે.

ફિલ્મની વાર્તા

બેલ બોટમ વર્ષ 1984 ની સાચી ઘટના પર આધારિત છે. ઓપરેશન બ્લૂ સ્ટારથી લઈને દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પણ આ વર્ષે થઈ હતી. આ ફિલ્મની વાર્તા ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં બનેલા પ્લેન હાઈજેકની વાર્તા કહેવામાં આવી છે, જેમાં બોલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર એક અંડરકવર એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા છે.

લાંબી રાહ જોયા બાદ રિલીઝ થશે ફિલ્મ

નોંધનીય છે કે બેલ બોટમ ફિલ્મ 2D અને 3D બંને ફોર્મેટમાં રિલીઝ થશે. આ ફિલ્મને રિલીઝ કરવા માટે લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ કોરોના વાયરસના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધતી જઈ રહી હતી. જેને હવે 19 ઓગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મનું નિર્માણ જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, વાસુ ભગનાની, મનીષા અડવાણી અને નિખિલ અડવાણીએ કર્યું છે.

આ પણ વાંચો :- Friday Release: ‘ભુજ’ થી લઈને ‘શાંતિ ક્રાંતિ’ સુધી, આ સીરિઝ અને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર કરશે ધમાલ

આ પણ વાંચો :- Abhishek Bachchan: અભિષેક બચ્ચને વેચ્યો પોતાનો લક્ઝરી અપાર્ટમેન્ટ,શું હશે કારણ ?

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">