AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dostana 2: કાર્તિક સાથે નહિં પણ અક્ષય સાથે બનશે દોસ્તાના 2, જ્હાનવી કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળશે

દોસ્તાના 2 માં જ્હાનવી કપૂર સાથે કાર્તિક આર્યન નહિં પણ અક્ષય કુમાર (Akshay Kumar) જોવા મળી શકે છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ફરી એકવાર ફ્લોર પર આવી શકે છે.

Dostana 2: કાર્તિક સાથે નહિં પણ અક્ષય સાથે બનશે દોસ્તાના 2, જ્હાનવી કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળશે
Akshay Kumar and Kartik AaryanImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 4:25 PM
Share

વર્ષ 2019માં ધર્મા પ્રોડક્શને ફિલ્મ ‘દોસ્તાના 2’ની (Dostana 2) જાહેરાત કરી હતી અને આ ફિલ્મનું કામ પણ જોરદાર રીતે શરૂ થયું હતું. પરંતુ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને ઘણો વિવાદ થયો હતો. કોઈ કારણોસર સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી પણ આ કોમેડી ડ્રામાનું શૂટિંગ હજી શરૂ થયું નથી. કાર્તિક આ ફિલ્મમાં લીડ એકટર તરીકે જોવા મળવાનો હતો, જેને મેકર્સે બહારનો રસ્તો બતાવ્યો હતો. હવે આ ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી એવું લાગે છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં ફરી એકવાર ફ્લોર પર આવી શકે છે. હવે આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar) જોવા મળી શકે છે.

અક્ષયની લિસ્ટમાં વધુ એક ફિલ્મ?

અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ હજુ પણ અભિનેતાનું સ્ટારડમ ઓછું થયું નથી. એક રિપોર્ટ મુજબ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘દોસ્તાના 2’ પણ અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ કાર્તિક આર્યનને બહાર કાઢ્યા બાદ મેકર્સે અક્ષય કુમારનો અપ્રોચ કર્યો છે. મેકર્સ અને અક્ષય કુમાર વચ્ચે વાતચીત ચાલી રહી છે.

રિપોર્ટમાં મુજબ જો મેકર્સ અને અક્ષય કુમાર વચ્ચે વાતચીત થશે તો ટૂંક સમયમાં જ અક્ષય કુમારને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેટલાક ખાસ ફેરફાર કરવામાં આવશે. પરંતુ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને મેકર્સે ફરી એકવાર સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું છે. ‘દોસ્તાના 2’ની લીડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર છે એટલે કે હવે અક્ષય કુમાર જ્હાનવી કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળી શકે છે. અક્ષયની એન્ટ્રી સાથે જ આ ફિલ્મનું શૂટિંગ જલ્દી શરૂ થઈ શકે છે.

કાર્તિક આર્યન કેમ થયો ફિલ્મમાંથી બહાર?

શરૂઆતના દિવસોમાં ‘દોસ્તાના 2’ માટે કાર્તિક આર્યનની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ 30 દિવસના શૂટિંગ પછી કાર્તિક આર્યનને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે સમયે કરણ જોહરે પણ એક નિવેદન આપ્યું હતું, જેમાં કાર્તિકને ‘અનપ્રોફેશનલ’ કહ્યો હતો.

વર્ષ 2008માં આવી હતી ‘દોસ્તાના’

‘દોસ્તાના 2’ 2008માં આવેલી ફિલ્મ ‘દોસ્તાના’ની સિક્વલ છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા બે મિત્રોની હતી જેઓ એક છોકરી સાથે એપાર્ટમેન્ટ શેર કરવા માટે પોતાને સમલૈંગિક કહે છે પરંતુ બંનેને એ યુવતી સાથે પ્રેમ થઈ જાય છે.

અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની નવી ફિલ્મ સોરારઈ પોત્રુની હિન્દી રિમેકનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સાઉથ એક્ટર સૂર્યા પણ આ ફિલ્મમાં કેમિયો કરવાનો છે. એવું સ્પષ્ટપણે જોવા મળે છે કે વર્કફ્રન્ટ પર અક્ષય કુમારના ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે જેના પર તે કામ કરી રહ્યો છે. આ સિવાય તે સેલ્ફી અને રક્ષાબંધનમાં જોવા મળવાનો છે.

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">