AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરિજીત સિંહ બાદ પ્રીતમ પણ લેશે સન્યાસ? મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેકનો આપ્યો ‘ઈશારો’, શેર કરી ‘ભાવુક પોસ્ટ’

અરિજીત સિંહ બાદ હવે પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ સંગીતની દુનિયામાંથી બ્રેક લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રીતમે પોતાના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જિંદગીને અલગ રીતે જીવવાનો ઈશારો કર્યો છે.

અરિજીત સિંહ બાદ પ્રીતમ પણ લેશે સન્યાસ? મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેકનો આપ્યો 'ઈશારો', શેર કરી 'ભાવુક પોસ્ટ'
| Updated on: Jun 15, 2026 | 7:35 PM
Share

અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેણે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને પોતાના ચાહકોને નિરાશ કર્યા હતા. હવે એવું લાગે છે કે, અરિજીત સિંહ પછી મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ આ જ રસ્તે ચાલવા પર વિચાર કરી રહ્યો છે.

પ્રીતમે પોતાના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી છે, જેને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે, હવે પ્રીતમ દા પણ મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેક લેવાના મૂડમાં છે. પ્રીતમની આ પોસ્ટ પછી મોટાભાગના યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે, ક્યાંક તેઓ પણ અરિજીત સિંહની જેમ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરવાની તૈયારીમાં તો નથી ને?

પ્રીતમે બ્રેક તરફ કર્યો ઈશારો

પ્રીતમે પોતાના જન્મદિવસ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ વિચારોમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરવાની સાથે તેમણે એક ભાવુક નોટ પણ શેર કરી છે. તેમાં લખ્યું છે કે, તેઓ હવે પોતાની જિંદગી કંઈક અલગ રીતે જીવવા માંગે છે. એવી જિંદગી જે તેમને હંમેશા આકર્ષિત કરતી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ જિંદગી પાછળ છૂટી ગઈ. હવે તેઓ એ બધી બાબતો પર ધ્યાન આપવા માંગે છે, જેના પર તેઓ આપી શક્યા ન હતા.

View this post on Instagram

A post shared by Pritam (@ipritamofficial)

પ્રીતમ દાની પોસ્ટ

પોતાની પોસ્ટમાં પ્રીતમ દાએ લખ્યું, ‘આપ સૌની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. હું દરેકને અલગ-અલગ જવાબ આપી શકું તેમ નથી, તેથી કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો. આજે મેં મારી જાતને થોડા વર્ષો એવી રીતે જીવવાની ભેટ આપવાનું નક્કી કર્યું છે, જેમાં જિંદગીને અલગ રીતે જીવી શકાય. તે વસ્તુઓને પૂરી કરવા માટે જે હું અત્યાર સુધી કરી શક્યો નથી. હવે તે નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને હું લાંબા સમયથી ટાળી રહ્યો હતો. સામાન્ય રસ્તા પર ચાલવું પણ એક શાનદાર અનુભવ હોય છે. મને હંમેશા તે રસ્તાઓ વિશે જાણવાની વધુ ઉત્સુકતા રહી છે, જેના પર હજુ સુધી કોઈ ગયું નથી. આપ સૌના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ. હંમેશા….’

અરિજીત સિંહના રસ્તે પ્રીતમ?

પ્રીતમની આ પોસ્ટ જોયા બાદ તેમના ચાહકોને ચિંતા સતાવવા લાગી છે કે, ક્યાંક તેઓ પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના મૂડમાં તો નથી ને? એવામાં ઘણા લોકોએ તેમની પોસ્ટ પર કમેન્ટ કરીને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું.

એક યુઝરે લખ્યું, ‘ક્યાંક તમે પણ અરિજીત સિંહનો રસ્તો પકડવાની તૈયારી તો નથી કરી રહ્યા ને?’ તો વળી એકે લખ્યું, ‘લાગે છે હવે પ્રીતમ દા પણ બોલિવૂડ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની તૈયારીમાં છે.’ વધુ એક યુઝર લખે છે, ‘શું પ્રીતમ પણ બોલિવૂડ મ્યુઝિકમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરવાના છે?’ આવી જ કમેન્ટ્સ કરીને યુઝર્સ પ્રીતમને સવાલ પૂછી રહ્યા છે અને રિટાયરમેન્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

ઉર્મિતા માતોંડકરથી છૂટાછેડા લીધાના 2 વર્ષ પછી, પૂર્વ પતિએ ફરીથી લગ્ન કર્યા, જુઓ ફોટો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
g clip-path="url(#clip0_868_265)">