AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઠગ સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં બંધ હોવા છતા, 4 અભિનેત્રીઓને પૈસા અને મોંઘી ભેટ આપી હતી

સુકેશ ચંદ્રશેખર દિલ્હીની જેલમાં ચાર મહિલા અભિનેત્રીઓને મળ્યો અને તેમને પૈસા અને મોંઘી બેગ અને ઘડિયાળો આપી. આ વાતનો ખુલાસો EDએ પોતાની ચાર્જશીટમાં કર્યો છે.

ઠગ સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં બંધ હોવા છતા, 4 અભિનેત્રીઓને પૈસા અને મોંઘી ભેટ આપી હતી
તિહાર જેલમાં ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી 4 અભિનેત્રીઓને પૈસા અને મોંઘી ભેટ મળી હતીImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 11:30 AM
Share

Jacqueline Fernandez : ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મામલો અલગ વલણ અપનાવી રહ્યો છે. તેની સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેણે કેટલીક ટીવી એક્ટ્રેસ (TV actress) અને મોડલ્સને મોંઘી ગિફ્ટ્સ આપી છે. ચાર અભિનેત્રીઓ અને મોડલ, નિકિતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંઘ અને અરુષા પાટીલ, ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરી હતી. ત્યારે તે દિલ્હીની જેલમાં હતો આ ચારેય કલાકારો સુકેશ (Sukesh Chandrashekhar)ના સહયોગી પિંકી ઈરાની મારફતે ઠગને મળવા તિહાર જેલમાં ગયા હતા.

ઈડીની ચાર્જશીટમાં અનેક ખુલાસા

પિંકીએ આ અભિનેત્રીને અલગ- અલગ નામથી સુરેશ સાથે મુલાકાત કરાવી હતી અને તેની મોંધી ગીફટો અને પૈસા આપ્યા હતા. આ 4 અભિનેત્રીઓમાંથી અરુષા પાટિલે સ્વીકાર કર્યો કે, પિંકી ઈરાનીએ તેને સુરેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવી હતી પરંતુ તિહાડ જેલમાં તેની સાથે મુલાકાત કરવાની ના પાડી હતી. ઈડીએ ચાર્જશીટમાં કહ્યું કે, તેણે ઠગ્સ પાસેથી તેના અકાઉન્ટમાં પૈસા લીધા હતા.

બિગ બોસ ફેમ નિકિતા તંબોલીએ એક નિવેદન મુજબ પિંકી ઈરાનીએ તેને આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવી હતી. પિંકી ઈરાનીએ તેની સાથે સાઉથ ઈન્ડિયન ફિલ્મમેકર અને મિત્રના રુપમાં મેશન કર્યું હતુ.

ચાહત ખાનને પણ પોતાનો શિકાર બનાવી

બડે અચ્છે લગતે હૈ સીરિયલમાં ભુમિકા ભજવનાર અભિનેત્રી ચાહત ખાને ઈડીને જણાવ્યું કે, પિંકી ઈરાનીએ સુકેશને સાઉથ ઈન્ડિયન ચેનલનો માલિક શેખર રેડ્ડીના રુપમાં મુલાકાત કરાવી હતી.ઈડીએ ચાર્જશીટમાં ક્હ્યું કે, જાણ થાય છે કે,મે 2018માં ચાહત ખાન આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરી હતી. જે બદલ આરોપી પિંકી ઈરાનીએ તેને 2 લાખ રૂપિયા રોકડા અને ઘડિયાળ આપી હતી.ચાહત ખન્નાનું નિવેદન 16 ડિસેમ્બર, 2021 ના ​​રોજ ED દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018 ની આસપાસ, પિંકીએ તેને ફોન કર્યો અને તેના એક ખૂબ જ સારા મિત્ર માટે ફંડ એકત્ર કરવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

જણાવી દઈએ કે 200 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ નોરા ફતેહી પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. EDની તપાસમાં તમામ આરોપીઓનો પર્દાફાશ થયો હતો. જે બાદ EDએ સુકેશ અને નોરાને સામસામે બેસીને મની લોન્ડરિંગ એંગલ પર સવાલ ઉઠાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">