કોઈ ભીખારીની જેમ આજકાલ દર દર ભટકી રહ્યો છે બોલિવુડનો આ સુપરસ્ટાર- જુઓ Video
સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમા બોલિવુડનો એક સુપરસ્ટાર લાંબા વાળમાં ભીખારી વેશમાં જોવા મળી રહ્યો છે અને દર દર ભટક્તો જોવા મળી રહ્યો છે. આદિમાનવ જેવા દેખાતા આ સુપરસ્ટારને કોઈ જલદી ઓળખી પણ શક્તુ નથી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ફાટેલા કપડામાં જોવા મળી રહ્યો છે. તેની હાલત જોઈને લાગે છે કે આ વ્યક્તિ તેના હોશમાં નથી. તેનો દેખાવ પણ ઘણો વિચિત્ર છે. જાણે કોઈ આદિમાનવ રસ્તા પર રખડતો હોય. તમને આ જોઈને નવાઈ લાગશે, પરંતુ તમને ત્યારે વધુ આશ્ચર્ય થશે જ્યારે તમને ખબર પડશે કે રસ્તા પર ભટકતો આ વ્યક્તિ બોલિવૂડનો એક મોટો સુપરસ્ટાર છે. પહેલા તમે વીડિયો જુઓ
તમે કદાચ આ વ્યક્તિને ઓળખી નહીં શક્યા હોય. રસ્તા પર ફરી રહેલા આ આદિમાનવ જેવા વ્યક્તિનું નામ પણ અમે તમને કહીએ તો પણ તમારા માટે વિશ્વાસ કરવો અશક્ય બની જશે. ખરેખર, આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ છે. આ વીડિયોમાં આમિર ખાન બ્રાઉન કલરના કપડા પહેરીને રસ્તાઓ પર ફરતો જોવા મળે છે. તેનું રૂપ જોઈને લોકો તેનાથી ડરી ગયા અને તેનાથી દૂર ભાગી ગયા. લાંબા વાળ અને દાઢીથી કોઈ અનુમાન કરી શકતું નથી કે તે આમિર ખાન છે.
જો આ બધું જોયા પછી તમને વિશ્વાસ નથી થતો કે આ આમિર ખાન છે તો અમારી પાસે તેના પુરાવા પણ છે. આમિર ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે આ લુકમાં તૈયાર જોવા મળી રહ્યો છે.. આ બિહાન્ડ ધ સીન જુઓ. જેમા આમીર ખાન આ રીતે તૈયાર થઈ રહ્યો છે. આમિર ખાને મેકઅપની મદદથી આ લુક હાંસલ કર્યો છે. હવે તે કયા પ્રોજેક્ટ માટે આ દેખાવ છે? તે હજુ સુધી જાહેર થયું નથી. તે જ સમયે, ચાહકો આમિરને આ સ્થિતિમાં જોઈને આશ્ચર્યચકિત છે.