Birthday Special: ‘ઉ અંટવા ગર્લ’ સામંથા આજે 35 વર્ષની થઈ, ચાહકો તેને સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે અભિનંદન

દક્ષિણ ભારતીય ફિલ્મોની (Tollywood) જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. સામંથાએ સાઉથના તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું છે. તેની શાનદાર એક્ટિંગ સિવાય લોકો તેની સુંદરતાના પણ દિવાના છે.

Birthday Special: 'ઉ અંટવા ગર્લ' સામંથા આજે 35 વર્ષની થઈ, ચાહકો તેને સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે અભિનંદન
Samantha Ruth Prabhu (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 5:15 PM

સાઉથ ફિલ્મોની જાણીતી (Tollywood) અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (Samantha Ruthu Prabhu) આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. હા, તે એ જ અભિનેત્રી છે જેણે અલ્લુ અર્જુન (Allu Arjun) સ્ટારર ફિલ્મ ‘પુષ્પા’ના લોકપ્રિય ગીત ‘ઉ અંટવા માવા’ પર આખી દુનિયાને ધમાકેદાર ડાન્સ કરવા મજબૂર કરી દીધી હતી. આજે પણ લોકો આ ગીત પર રીલ બનાવીને શેયર કરી રહ્યા છે. સામંથા એ અભિનેત્રીઓમાંથી એક છે જે એક્ટિંગ સિવાય પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. આજે તેના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ચાહકોની શુભેચ્છાઓનું પૂર આવ્યું છે.

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ટ્વીટર પર સવારથી હેશટેગ #HappyBirthdaySamantha ટ્રેન્ડ કરી રહ્યું છે. દેશ-વિદેશમાં સમન્થાના ચાહકો પોતપોતાની રીતે તેના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

સામંથાના એક પ્રશંસકે ટ્વીટર પર લખ્યું ‘તમે ઘણા લોકો માટે પ્રેરણા છો. હું તમને તમારા આખા જીવનમાં સુખ અને સફળતાની કામના કરું છું.’ તે જ સમયે, અન્ય એક પ્રશંસકે સામંથાની એક સુંદર તસવીર શેયર કરી અને લખ્યું, ‘સાઉથ સિનેમાની એકમાત્ર અભિનેત્રી જેની ખૂબ જ ફેન ફોલોઈંગ છે. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’

#HappyBirthdaySamantha, #Samantha અને #SamanthaRuthPrabhu હેશટેગ્સ સાથે ટ્વિટર જન્મદિવસની શુભેચ્છાઓથી છલકાઈ ગયું છે. કેટલાકે સામન્થાને મજબૂત વ્યક્તિ તરીકે વર્ણવી છે, જ્યારે કેટલાકએ તેણીને સોનેરી હૃદય ધરાવતી તરીકે વર્ણવી છે.

ચાહકોએ સામંથાને તેના જન્મદિવસ પર આ રીતે શુભેચ્છા પાઠવી

અમે તમને જણાવી દઈએ કે સામંથાનું સપનું અભિનેત્રી બનવાનું નહોતું. તેણે ઘર ચલાવવા માટે મજબૂરીમાં મૉડલિંગને કરિયર તરીકે પસંદ કર્યું હતું. પરંતુ તે મોડલિંગમાં એટલી હિટ થઈ કે તેનું કામ જોઈને રવિ વર્મને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી.

સામંથા તેની પહેલી જ ફિલ્મ દ્વારા જ ખુબ સફળ બની હતી, અને પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ચુકી છે.

g clip-path="url(#clip0_868_265)">