AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Samantha : સામંથા રૂથ પ્રભુની આ પાંચ શાનદાર ફિલ્મ, જેણે તેને સાઉથની સુપરસ્ટાર બનાવી

આજે સાઉથની સુપરસ્ટાર સામંથાનો (South Ruth Prabhu Birthday) જન્મદિવસ છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેમને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. તો ચાલો આ ખાસ દિવસે તેમની કેટલીક જાણીતી ફિલ્મો પર એક નજર કરીએ.

Happy Birthday Samantha : સામંથા રૂથ પ્રભુની આ પાંચ શાનદાર ફિલ્મ, જેણે તેને સાઉથની સુપરસ્ટાર બનાવી
Samantha Ruth Prabhu Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 7:58 AM
Share

‘ધ ફેમિલી મેન’ની સીઝન 2માં  (The Family Man 2)’રાઝી’ના રોલથી દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી સામંથા સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર છે. મનોજ બાજપેયીની  (Manoj Bajpayee)વેબસિરીઝમાં પહેલીવાર ‘બર્થ ડે ગર્લ’ સામંથાએ  (Samantha) પહેલીવાર નેગેટિવ રોલ કર્યો હતો. જો કે માત્ર ‘ફેમિલી મેન’માં જ નહીં પરંતુ ઘણી ફિલ્મોમાં સામંથાએ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. વિશ્વભરમાં તેના લાખો ચાહકો છે. તેમના અભિનય માટે તેમને સાઉથના અસંખ્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો ચાલો એક નજર કરીએ સામંથાની પાંચ મશહુર ફિલ્મો પર જે હંમેશા તેના ચાહકોના દિલ પર રાજ કરે છે.

યે માયા ચેસાવે

યે માયા ચેસાવે એક તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. સામંથાએ આ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’ માટે ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે જેસીની ભૂમિકા ભજવી હતી, જે એક છોકરાના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં સામંથાએ નાગા ચૈતન્ય સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મના સેટ પર બંને પહેલીવાર એકબીજાને મળ્યા હતા. બંનેના અલગ થયા પછી પણ લોકો તેમને ફિલ્મોમાં સાથે જોવા માંગે છે.

ડુકુડુ

સામંથા અને મહેશ બાબુની ‘ડુકુડુ’ તેના સમયની સફળ તેલુગુ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં સામંથાએ પ્રશાન્તિનો રોલ કર્યો હતો. વિવેચકોએ તેમના પાત્ર માટે તેમના ખૂબ વખાણ કર્યા. ડુકુડુ એક એક્શન-કોમેડી છે જેમાં ભૂતપૂર્વ ધારાસભ્યનો પોલીસ પુત્ર તેના પિતાનો બદલો લેવાનો પ્રયાસ કરે છે અને પ્રશાન્તિ તેની સાથે જોડાય છે. સામંથા અને મહેશ બાબુની આ ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે.

ઇગા

ઇગા એ તમિલ અને તેલુગુમાં બે ભાષાની ફિલ્મ છે, જેનું નિર્દેશન બાહુબલીના દિગ્દર્શક એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાલ્પનિક એક્શન ફિલ્મનું શીર્ષક એટલે ‘મખ્ખી’. આ ફિલ્મની આખી કહાની મખ્ખીની આસપાસ ફરતી રહે છે. આ ફિલ્મમાં સામંથાની સાથે સાઉથ સુપરસ્ટાર નાની અને કેનેડિયન એક્ટર સુદીપ કીચા પણ હતા. આ ફિલ્મને ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

સુપર ડીલક્સ

સમીક્ષકોના મતે સામંથાની ફિલ્મ ‘સુપર ડીલક્સ’ એક ‘જીનિયસ’ ફિલ્મ છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મો ભાગ્યે જ બને છે. આ ફિલ્મોમાં આપણે 4 કહાનીઓ એકબીજા સાથે ગૂંચવાયેલી જોવા મળે છે. આ ફિલ્મમાં સામંથા એક બેવફા પત્નીની ભૂમિકા ભજવે છે જે તેના લગ્નજીવનથી ખુશ નથી અને તેથી તે તેના પતિને દગો આપે છે.

માજીલી

માજીલી એ એક તેલુગુ રોમેન્ટિક સ્પોર્ટ્સ ફિલ્મ છે જેમાં સામંથા અને તેના ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્ય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પણ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

આ પણ વાંચો : Happy Birthday Samantha : જાણો કયા કારણોસર અભિનેત્રી સામંથા છે આજે ડિવોર્સી

આ પણ વાંચો :  દીપિકા પાદુકોણ ફરીથી વિદેશમાં ધૂમ મચાવી રહી છે, અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બર બની

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">