AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AVATAR – THE WAY OF WATER : એક દાયકા ઉપરાંતની રાહ પૂરી થઈ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ અને તેનું ટ્રેલર

13 વર્ષ બાદ ફરી એકવાર હોલિવૂડ ફિલ્મ (Hollywood movie)અવતારને પડદા પર લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર 6 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની સિક્વલ આ વર્ષના ડિસેમ્બરમાં રિલીઝ થશે.

AVATAR – THE WAY OF WATER : એક દાયકા ઉપરાંતની રાહ પૂરી થઈ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ અને તેનું ટ્રેલર
13 વર્ષ બાદ ફરી એકવાર હોલિવૂડ ફિલ્મ અવતારને પડદા પર લાવવાની તૈયારીઓImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 3:09 PM
Share

AVATAR – THE WAY OF WATER : ફિલ્મ અવતાર હોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. અવતાર (Avatar) ના ચાહકો લાંબા સમયથી ફિલ્મના આગામી ભાગની રાહ જોઈ રહ્યા હતા. આખરે ચાહકોની રાહ પૂરી થઈ અને ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. ટૂંક સમયમાં ફિલ્મનું ટ્રેલર પણ સામે આવશે. તમને જણાવી દઈએ કે અવતારના દિગ્દર્શક જેમ્સ કેમરોને (James Cameron)આ વખતે ફિલ્મને એક અલગ ટચ આપ્યો છે. આ સાથે અવતારની સિક્વલનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. 13 વર્ષ પહેલા આવેલી આ હોલીવુડ ફિલ્મ (Hollywood Films) ને કોઈ ભૂલી શક્યું નથી. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.

આ પણ વાંચો

વેરાયટીના એક અહેવાલ અનુસાર, ફિલ્મ અવતાર(Avatar)ની સિક્વલનું નામ અવતાર – ધ વે ઓફ વોટર રાખવામાં આવ્યું છે. તેના નામ પરથી જ સ્પષ્ટ છે કે આ વખતે ફિલ્મનું શૂટિંગ બીચની આસપાસ કરવામાં આવ્યું છે. જો સમાચારનું માનીએ તો આ વખતે ફિલ્મને સંપૂર્ણ રીતે દરિયાઈ ફ્લેવર આપવામાં આવ્યો છે. આ સિવાય સ્ટીવન વેઈનટ્રોબે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ફિલ્મનું ટીઝર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે અવતારની સિક્વલ અવતાર – ધ વે ઓફ વોટર તરીકે ઓળખાશે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે અવતારની સિક્વલ આવતા મહિનાની 6 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ આ વર્ષની 16 ડિસેમ્બરે રિલીઝ થશે.

અવતારનો ભાગ 2 પ્રથમ ભાગ કરતા અલગ બનાવવામાં આવ્યો છે. આ વખતે દર્શકોને ફિલ્મમાં એક નવી સ્ટોરી જોવાની તક મળશે. આમાં, સેમ વર્થિંગ્ટન જેક અને જો સલદાના નેટ્ટેરીના જીવનનો એક નવો અધ્યાય બતાવવામાં આવશે. જેમાં બંને હવે પેરેન્ટ્સ બની ગયા છે.

સિક્વલની વાર્તા પાણીની આસપાસ ફરશે

ફિલ્મ નિર્માતાએ આ ફિલ્મ દ્વારા દર્શકોને બીજી દુનિયા સાથે જોડવાની યોજના બનાવી છે. તેમજ આ ફિલ્મ દ્વારા દર્શકોને પાણીની આસપાસની દુનિયામાં લઈ જવામાં આવશે. મળતી માહિતી મુજબ આ ફિલ્મ ખૂબ જ રસપ્રદ લાગી રહી છે.

પહેલા ભાગે ખૂબ કમાણી કરી હતી

તમને જણાવી દઈએ કે અવતારના પહેલા ભાગે થિયેટરોમાં ઘણી કમાણી કરી હતી. 1800 કરોડના બજેટમાં તૈયાર કરાયેલ અવતારનું વિશ્વભરમાં 20 હજાર 368 કરોડનું કલેક્શન હતું. ફિલ્મનો બીજો ભાગ 1900 કરોડમાં તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

આ રીતે તમારા જૂના બેંક ખાતાને JAN DHAN YOJANA માં ટ્રાન્સફર કરો, તમને આ 10 સુવિધાઓ નિઃશુલ્ક મળશે

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">