Birthday Special: ‘રંગ દે બસંતી’થી ‘ભાગ મિલ્ખા ભાગ’ સુધી દિગ્દર્શન દ્વારા રાકેશ ઓમપ્રકાશ મેહરા જીતી લે છે બધાનું દિલ

રાકેશજીએ તેમની કારકિર્દીની શરૂઆત એક જાહેરાત કંપનીથી કરી હતી. તેમણે આ કંપનીમાં કોક, પેપ્સી, બીપીએલ માટે ઘણી જાહેરાતો બનાવી.

Birthday Special: 'રંગ દે બસંતી'થી 'ભાગ મિલ્ખા ભાગ' સુધી દિગ્દર્શન દ્વારા રાકેશ ઓમપ્રકાશ મેહરા જીતી લે છે બધાનું દિલ
Rakesh Omprakash Mehra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 6:21 PM

બોલિવૂડમાં શાનદાર ફિલ્મો આપનાર ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરા (Rakeysh Omprakash Mehra) આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. રાકેશજીનો જન્મ 7 જુલાઈ 1963ના રોજ દિલ્હીમાં થયો હતો. રાકેશજીએ બોલીવુડમાં સુપરહિટ ફિલ્મો આપી છે. આજે રાકેશજીના જન્મદિવસ પર અમે તમને તેમના નિર્દેશનમાં બનાવવામાં આવેલી સુપરહિટ ફિલ્મો વિશે જણાવીશું.

રાકેશજીએ તેમની કારકિર્દીની શરૂઆત એક જાહેરાત કંપનીથી કરી હતી. તેમણે આ કંપનીમાં કોક, પેપ્સી, બીપીએલ માટે ઘણી જાહેરાતો બનાવી. પોતાની જાહેરાત કારકિર્દી દરમિયાન રાકેશજીએ અમિતાભ બચ્ચનને પણ દિગ્દર્શિત કર્યા હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

અક્સ (Aks)

રાકેશજીએ પોતાના દિગ્દર્શક કારકીર્દિની શરૂઆત ફિલ્મ ‘અક્સ’થી કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. રાકેશજીની પહેલી ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. તે પછી તે છવાઈ ગયા હતા. તેમની ફિલ્મના વખાણ ક્રિટિકસ સાથે દર્શકોએ પણ કર્યા હતા.

રંગ દે બસંતી (Rang De Basanti)

અક્સ બાદ રાકેશજીએ આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મ રંગ દે બસંતી દિગ્દર્શિત કરી હતી. તમે આ ફિલ્મ જેટલી વાર પણ જોવો તેટલુ ઓછુ છે. આ ફિલ્મને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા હતા.

દિલ્હી 6 (Delhi-6)

સોનમ કપૂર (Sonam Kapoor) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ની ફિલ્મ દિલ્હી 6 પણ રાકેશજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મ કંઈક ખાસ બતાવી શકી ન હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

ભાગ મિલ્ખા ભાગ (Bhaag Milkha Bhaag)

દિલ્હી 6 ફ્લોપ થયા બાદ રાકેશજીએ બાયોપિક બનાવવાનો નિર્ણય કર્યો. તેમણે મિલ્ખા સિંહની બાયોપિક ભાગ મિલ્ખા ભાગ બનાવી. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે તેના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા અને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

મેરે પ્યારે પ્રાઈમ મિનીસ્ટર (Mere Pyare Prime Minister)

મેરે પ્યારે પ્રાઈમ મિનીસ્ટર એક ખૂબ જ સુંદર ફિલ્મ છે. જેમાં એક માસૂમ બાળક સામાજીક મુદ્દો ઉઠાવે છે. આ ફિલ્મ દ્વારા મહિલાઓની સલામતી તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ખુલ્લામાં શૌચની સમસ્યા અંગે આ ફિલ્મ બનાવવામાં આવી હતી.

તુફાન (Toofaan)

હવે રાકેશજી ફિલ્મ તૂફાન લઈને આવ્યા છે. આ પણ એક બોક્સરની વાર્તા છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર (Farhan Akhtar), પરેશ રાવલ (Paresh Rawal) અને મૃણાલ ઠાકુર (Mrunal Thakur) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો: Nora Fatehiએ શૂટિંગ માટે 3 લાખ રુપિયાની બેગ કરી કૈરી, નિયોન યેલો બોડીકોન ડ્રેસમાં લાગી એકદમ સુંદર

g clip-path="url(#clip0_868_265)">