AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Gift: મૃણાલ ઠાકુરના જન્મદિવસે ચાહકોને મળી રિટર્ન ગિફ્ટ, દુલકર સલમાનની ફિલ્મથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક થયો રિલીઝ

વૈજયંતી મૂવીઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ મૃણાલ ઠાકુર (Mrunal Thakur)ની પ્રથમ સાઉથ ઈન્ડિયન ફિલ્મ (South Indian Film) છે. આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે.

Birthday Gift: મૃણાલ ઠાકુરના જન્મદિવસે ચાહકોને મળી રિટર્ન ગિફ્ટ, દુલકર સલમાનની ફિલ્મથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક થયો રિલીઝ
Mrunal Thakur, Dulquer Salmaan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 10:55 PM
Share

ટીવી ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અને બોલિવૂડમાં પોતાનું નામ કરનારી અભિનેત્રી મૃણાલ ઠાકુર (Mrunal Thakur)નો આજે જન્મદિવસ છે. મૃણાલ ઠાકુરના જન્મદિવસ નિમિત્તે તેમની આગામી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં મૃણાલ અભિનેતા દુલકર સલમાન (Dulquer Salmaan) સાથે જોવા મળશે. ફિલ્મનું શીર્ષક શું હશે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મૃણાલ ઠાકુરના જે લૂક જાહેર કરવામાં આવ્યા છે તેમાં તેના પાત્રનું નામ સીતા છે. રિલીઝ થયેલા પોસ્ટરમાં તમે જોશો કે મૃણાલ ઠાકુરે સાડી પહેરી છે. એકદમ સિમ્પલ લુકમાં કપાળ પરની બિંદી તેમની સુંદરતામાં વધારો કરી રહી છે. અરીસાની સામે ઉભી મૃણાલ વળીને દુલકર સલમાનને જુએ છે, જે તેમની તસ્વીર લઈ રહ્યા છે. પોસ્ટર જોઈને એવું લાગે છે કે તેમને દુલકર સલમાન તરફથી સરપ્રાઈઝ મળ્યું છે, તેથી તે ખૂબ જ શોકિંગ સ્થિતિમાં ઉભી છે.

મૃણાલે ચાહકોને આપી ભેટ

તમને જણાવી દઈએ કે ફિલ્મમાં દુલકર સલમાન લેફ્ટનેન્ટ રામના રોલમાં જોવા મળશે. આ પહેલી એવી ફિલ્મ છે, જેમાં દુલકર સલમાન અને મૃણાલ ઠાકુર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક શેર કરતા મૃણાલે તેમના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – મારા ખાસ દિવસે તમારા માટે આ રહી મારા તરફથી ભેટ. પ્યારે દુલકર સલમાન સાથે તમારું દિલ જીતવા માટે અહીં આવી ગયા છીએ.

વૈજયંતી મૂવીઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ મૃણાલ ઠાકુરની પ્રથમ સાઉથ ઈન્ડિયન ફિલ્મ છે. આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે. હાનુ રાઘવપુડી દિગ્દર્શિત આ ફિલ્મમાંથી ગયા અઠવાડિયે દુલકર સલમાનનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થયો હતો, જેને તેમના ચાહકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

અત્યારે, જો આપણે મૃણાલ ઠાકુરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં ફિલ્મ તુફાનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં મૃણાલ ફરહાન અખ્તર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. ફિલ્મની સાથે સાથે દર્શકોને પણ મૃણાલ ઠાકુરની એક્ટિંગ ખૂબ ગમી. મૃણાલ ઠાકુરને પણ ફિલ્મ વિવેચકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. આ સિવાય મૃણાલ ઠાકુર તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે શાહિદ કપૂરની સામે જોવા મળશે.

આ પણ વાંચો :- Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

આ પણ વાંચો :- અભિનેત્રી ઝોયાનો દાવો- રાજ કુન્દ્રાની એપ Hotshots માટે માંગવામાં આવ્યું હતું ન્યૂડ ઓડિશન, સિંગાપોરથી આવ્યો હતો ફોન

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">