Birthday Celebration: હેમા માલિનીએ પરીવાર સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, પતિ ધર્મેન્દ્ર અને પુત્રી સાથેની તસ્વીરો આવી સામે

બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની (Hema Malini) 73 વર્ષના થઈ ગયા છે. આ વર્ષે તેમણે પોતાનો જન્મદિવસ પરિવાર અને ખાસ મિત્રો સાથે ઉજવ્યો. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Birthday Celebration: હેમા માલિનીએ પરીવાર સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, પતિ ધર્મેન્દ્ર અને પુત્રી સાથેની તસ્વીરો આવી સામે
Hema Malini, Dharmendra, Esha Deol
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 6:09 PM

બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની (Hema Malini)એ શનિવારે પોતાનો 73મો જન્મદિવસ ઉજવ્યો. હેમા માલિનીએ પોતાના અભિનયના આધારે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. હેમા માલિનીએ આ વર્ષે તેમનો જન્મદિવસ તેમના પરિવાર સાથે સિંપલ રીતે ઉજવ્યો છે. હેમા માલિનીએ પોતાના જન્મદિવસની ઉજવણીની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

હેમા માલિનીના જન્મદિવસની ઉજવણીમાં તેમની પુત્રી ઈશા દેઓલ (Esha Deol), પતિ ધર્મેન્દ્ર (Dharmendra), ફિલ્મ નિર્માતા રમેશ સિપ્પી અને સંજય ખાન હાજર રહ્યા હતા. હેમા માલિનીએ બર્થ ડે સેલિબ્રેશનની તસ્વીરો શેર કરી છે જેમાં દરેક ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.

ધર્મેન્દ્રની સાથે કરી ટ્વિનિંગ

ફોટો શેર કરતી વખતે હેમા માલિનીએ લખ્યું – ઘરે પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી. ફોટામાં હેમા માલિની અને ધર્મેન્દ્ર લાલ રંગના કપડામાં જ જોવા મળે છે. એક ફોટામાં ધર્મેન્દ્ર તેમની પુત્રી ઈશા દેઓલને કેક ખવડાવતા જોવા મળે છે.

ઈશા દેઓલે શેર કરી હતી પોસ્ટ

ઈશાએ માતા હેમા માલિનીના જન્મદિવસ પર પોસ્ટ શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેમણે લખ્યું – હેપ્પી બર્થ ડે મમ્મા. લવ યુ. હંમેશા ખુશ અને સ્વસ્થ રહો. હું હંમેશા તમારી સાથે ઉભી છું. તમારી બીટ્ટુ. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈશા દેઓલ પુનરાગમન કરવા જઈ રહી છે. તે છેલ્લે શોર્ટ ફિલ્મ એક દુઆમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન રામ કમલ મુખર્જીએ કર્યું હતું. બીજી બાજુ હેમા માલિનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ છેલ્લે રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહની સામે ફિલ્મ શિમલા મિર્ચમાં જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે હેમા માલિનીએ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત સપનો કે સૌદાગર ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેઓ રાજ કપૂર (Raj Kapoor) સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમની પહેલી જ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. જે બાદ તેમણે અભિનયની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.

આ પણ વાંચો:- જુગ જુગ જીઓના સેટ પર કિયારાની ફિલ્મ શેરશાહના ગીતોનાં દિવાના થયા વરુણ ધવન, શેર કરી પોસ્ટ

આ પણ વાંચો:- The Big Picture: ગુલાબી ઓઢણી પહેરીને શહેરની છોકરી બન્યા રણવીર સિંહ, સ્પર્ધકને આપી ડેટિંગ ટિપ્સ – જુઓ Photos

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">