‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની ધરપકડ બાદ જામીન પર છુટકારો

|

Oct 19, 2021 | 8:42 AM

હંસી (હિસાર, હરિયાણા) પોલીસ સ્ટેશન ખાતે યુવિકા ચૌધરીની લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રી પર SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બિગ બોસ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની ધરપકડ બાદ જામીન પર છુટકારો
Yuvika Chaudhary (file photo)

Follow us on

‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની (Yuvika Chaudhary) સોમવારે હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી અને પાછળથી જામીન પર તેનો છુટકારો થયો હતો. યુવિકા ચૌધરી ઉપર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. હંસી (હિસાર, હરિયાણા) પોલીસ સ્ટેશન ખાતે યુવિકા ચૌધરીની લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રી પર SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે બાદમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે (High Court) યુવિકા ચૌધરીને વચગાળાના જામીન આપ્યા હતા.

યુવિકા મુંબઈથી હંસી પહોંચી હતી. તેમના વકીલ અશોક બિશ્નોઈએ રાષ્ટ્રીયસ્તરની ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “મારા અસીલ હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ તપાસમાં જોડાયા હતા અને તેઓ હાલમાં વચગાળાના જામીન પર છે.” હવે આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આગામી 24 નવેમ્બરે વધુ સુનાવણી થશે.

શું છે સમગ્ર મામલો
આ વર્ષે મે મહિનામાં યુવિકા ચૌધરીએ તેના પતિ અને અભિનેતા પ્રિન્સ નરૂલા સાથે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તે જાતિવાદી ટિપ્પણી કરે છે. આ મુદ્દે જ્યારે મામલો વિવાદાસ્પદ બન્યો ત્યારે યુવિકા ચોધરીએ લોકોની માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે તેને તે શબ્દનો અર્થ ખબર નથી. જે બાદ દલિત અધિકાર કાર્યકર રજત કલસને અભિનેત્રી વિરુદ્ધ હરિયાણાના હિસાર ખાતે હંસીમાં (Hansi, Haryana) અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

યુવરાજ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી
આવા જ એક કેસમાં, શનિવારે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહે અનુસૂચિત જાતિ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. થોડા સમય બાદ યુવરાજસિંહને પણ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ

ગજબ ! કપલે હોડીની મારફતે આખા ઘરને કરી દીધું શિફ્ટ, વીડિયો જોઇ લોકો ચોંક્યા

આ પણ વાંચોઃ

કઈ બેંક 10 હજારની એફડી પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે ? 1 થી 5 વર્ષ સુધીની એફડી અંગે જાણો વ્યાજ

Next Article