બિગ બોસ 19ના આ સ્પર્ધકની “નાગિન 7” સિરિયલમાં થશે એન્ટ્રી? એકતા કપૂરે કરી ઓફર
'નાગિન 7' ના પ્રોમો એક પછી એક રિલીઝ થઈ રહ્યા છે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે શોમાં કયા કયા કલાકારો દેખાશે. હવે, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 'બિગ બોસ 19' ના સ્પર્ધકની પણ નાગિન સિરિયલમાં એન્ટ્રી થવા જઈ રહી છે.

એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન 7’ ના પ્રોમો એક પછી એક રિલીઝ થઈ રહ્યા છે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે શોમાં કયા કયા કલાકારો દેખાશે. હવે, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘બિગ બોસ 19’ ના સ્પર્ધક બસીર અલી શોનો ભાગ બનવા જઈ રહ્યા છે.
હા, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સીઝન માટે અભિનેતાને ફાઇનલ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, બસીર ટૂંક સમયમાં ‘બિગ બોસ 19’ના ઘરમાંથી બેઘર થવાનો છે. ત્યારે એવિક્શન બાદ બસીરને હાથ મોટો પ્રોજેક્ટ લાગ્યો હોવાનો મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
બસીર અલી અને નેહલ ચુડાસમાં એલિમિનેટ
બસીર અલી ‘સ્પ્લિટ્સવિલા’ અને ‘રોડીઝ’ જેવા શોમાં જોવા મળ્યા છે. બિગ બોસ 19 માં પ્રવેશતા પહેલા, તે ઝી ટીવીના શો કુંડલી ભાગ્યમાં દેખાયો હતો. બિગ બોસ 19માં બસીર અલીને પણ એક મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવે છે. જોકે, તાજેતરના અહેવાલો અનુસાર, વીકેન્ડ કા વારમાં ડબલ એવિક્શન થવાનું છે, જે દરમિયાન બસીર અલી અને નેહલ ચુડાસમા ઘરમાંથી બેઘર થશે.
ટેલિ ચક્કર અનુસાર, એકતા કપૂરે ‘નાગિન 7’ માટે બસીર અલીની પસંદગી કરી છે. બસીર આ સિરિયલમાં નેગેટિવ કેરેક્ટરમાં જોવા મળી શકે છે. પણ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે બસીર કયો રોલ ભજવશે.
પ્રિયંકા ચહર ચૌધરી પણ હશે આ સિરિયલમાં
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એકતા કપૂરનો માસ્ટરસ્ટ્રોક છે. એકતા ઘણીવાર બિગ બોસમાં દેખાતા લોકપ્રિય ચહેરાઓને કાસ્ટ કરે છે. અગાઉ, તેણે તેજસ્વી પ્રકાશ અને મહેક ચહલ જેવા કલાકારોને કાસ્ટ કર્યા છે. આ દરમિયાન બિગ બોસની ગઈ સિઝનમાં પ્રિયંકા ચાહર ચૌધરીને પણ નાગિનની નવી સિઝન માટે ઓફર કરી હતી, આથી ‘નાગિન 7’ માટે પ્રિયંકા ચહર ચૌધરીનું નામ ચર્ચામાં છે.
