AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : શું ટૂંક સમયમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે ગુંજશે બાળકની કિલકારી ?

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ટૂંક સમયમાં માતા-પિતા બની શકે છે. સુત્રો અનુસાર, કોમેડિયન ભારતી હાલ ગર્ભવતી છે.

Mumbai : શું ટૂંક સમયમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે ગુંજશે બાળકની કિલકારી ?
Bharti singh and Haarsh limbachiyaa
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 1:27 PM
Share

Mumbai : કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિમ્બાચીયા (Haarsh Limbachiyaa) તેમની એક્ટિંગથી દરેકના ચહેરા પર સ્મિત લાવે છે. તેના શબ્દો સાંભળીને ચાહકો હસવાનુ રોકી શકતા નથી.ત્યારે સુત્રોનુ માનીએ તો ભારતી સિંહના ઘરે ટુંક સમયમાં બાળકની કિલકારી ગુંજશે…. જેથી આ સમયે તે લો પ્રોફાઈલ રહેવા માગે છે અને આ કારણોસર તે ઘરની બહાર નીકળવાનુ ટાળી રહી છે.

સુત્રો અનુસાર, ભારતી સિંહ હાલ પ્રેગ્નન્ટ છે અને વર્ષ 2022માં તેના ઘરમાં નાના બાળકની કિલકારી ગુંજી ઉઠશે. જો કે દંપતીએ હજી સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી, પરંતુ તેણે આ વાતને નકારી પણ નથી.

ભારતી સિંહ ઘરની બહાર નથી નીકળી રહી

અહેવાલ મુજબ, ભારતી સિંહ ગર્ભવતી છે. જેના કારણે ભારતી અત્યારે આરામ કરી રહી છે અને તેણે હાલ પૂરતું કામ બંધ કરી દીધું છે. એટલું જ નહીં તે ઘરની બહાર પણ નથી નીકળી રહી.

જ્યારે ભારતીને આ ખુશખબર વિશે પૂછવામાં આવ્યું તો તેણે આ સવાલનો જવાબ આપવાનુ ટાળ્યુ હતુ. તેણે કહ્યું- હું હજુ સુધી આ અંગે કંઈપણ કન્ફર્મ કરી શકતી નથી. પરંતુ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું આ અંગે ખુલીને વાત કરીશ.જ્યારે સમય આવશે ,ત્યારે હું આ વાત જાહેરમાં કહીશ.બીજી બાજુ ભારતીના પતિ હર્ષે આ અંગે કોઈ જવાબ આપ્યો નહોતો.

આ વર્ષે ભારતીના થયા હતા લગ્ન

ભારતીએ વર્ષ 2020માં કહ્યું હતું કે, તે બાળકનું પ્લાનિંગ કરી રહી છે. જોકે, કોરોનાને કારણે તેમણે આ આયોજનમાં વિલંબ કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, ભારતી અને હર્ષ વર્ષ 2017માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ થોડા દિવસ પહેલા જ તેમની ચોથી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તેમના લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સે હાજરી આપી હતી.

આ પણ વાંચો : Happpy Birthday Rahat Fateh Ali Khan : ‘આફરીન-આફરીન’ થી ‘સજદા’ સુધી, રાહત ફતેહ અલી ખાનના ગીતોએ ફેન્સના દિલમાં બનાવી અનોખી જગ્યા

આ પણ વાંચો : Vicky and Katrina Wedding : આજે લગ્નના બંધનમાં બંધાશે વિકી અને કેટરિના, જાણો કેવી રીતે થશે મંડપમાં વિક-કેટની ગ્રાન્ડ એન્ટ્રી?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">