AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bell Bottom : કાલે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલર, અભિનેતાએ તેના પાત્ર વિશે આપી આ વિગતો

અક્ષય કુમારના ચાહકો ક્યારથી તેમની ફિલ્મ થીયેટરમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં ચાહકોની આ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા અક્ષય બેલ બોટમ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા જઈ રહ્યા છે.

Bell Bottom : કાલે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલર, અભિનેતાએ તેના પાત્ર વિશે આપી આ વિગતો
Akshay Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:10 PM
Share

અક્ષય કુમાર (Akshay Kumar) ટૂંક સમયમાં થિયેટરમાં ઘમાકો કરવા માટે તૈયાર છે. અક્ષયની ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) રિલીઝ થવાની છે અને તે પહેલા મંગળવારે અભિનેતા પોતાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા જઈ રહ્યા છે. અક્ષયે આજે ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ સાથે, તેણે તેમના પાત્ર વિશે કેટલીક માહિતી પણ આપી છે.

અક્ષયે પોતાનું પોસ્ટર શેર કરતા લખ્યું, ‘તેજસ્વી યાદશક્તિ, રાષ્ટ્રીય કક્ષાનો ચેસ ખેલાડી, ગીતો શીખવે છે, હિન્દી, અંગ્રેજી, જર્મન બોલે છે. બાકીનું ટ્રેલર સાથે જણાવીશું. બેલ બોટમ ટ્રેલર આવતીકાલે સાંજે રિલીઝ થશે.

ચાહકો ફિલ્મના ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે જોવા માંગે છે કે અક્ષય આ વખતે દર્શકો માટે શું નવું લાવ્યા છે.

અહીં જુઓ અક્ષય કુમારની પોસ્ટ see akshay kumar post here

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

3ડી માં રિલીઝ થશે આ ફિલ્મ

અક્ષયે અગાઉ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 3D માં રજૂ કરવામાં આવશે. તેમણે લખ્યું હતું, ‘ પુરા ફિલ સાથે થ્રિલનો એક્સપીરિયંસ કરવા 19 ઓગસ્ટના રોજ, બેલ બોટમ રિલીઝ થઈ રહી છે 3D માં.

અહીં વાંચો અક્ષયની જાહેરાત see akshay kumar announcement post here

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ ફિલ્મને અસીમ અરોડા અને પરવેઝ શેખે લખી છે અને ફિલ્મની વાર્તા ભારતના એક ભૂલાયેલા હીરોની આસપાસ ફરે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ પછી કોવિડની બીજી લહેરને કારણે રિલીઝની તારીખ આગળ વધારવામાં આવી હતી. કોવિડ રોગચાળા પછી, આ એક મોટી હિન્દી ફિલ્મ છે જે થિયેટરોમાં રિલીઝ થશે.

તે જ સમયે, આ પણ અક્ષયની પહેલી ફિલ્મ છે જે રોગચાળા પછી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા આડવાણી અને નિખિલ આડવાણી દ્વારા કરવામાં આવ્યું છે અને રણજિત તિવારી દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત હુમા કુરેશી, વાણી કપૂર અને લારા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.

રોગચાળા દરમિયાન થઈ શૂટિંગ

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ ગયા વર્ષે ઘણી હેડલાઇન્સમાં રહી હતી કારણ કે તેનું સમગ્ર શૂટિંગ રોગચાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. આખી ટીમ વિદેશ ગઈ અને ફિલ્મનું શૂટિંગ કર્યું અને જલ્દી જ બધા શૂટિંગ પૂરું કરીને પાછા આવ્યા હતા. શૂટિંગ દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવી હતી.

આ પણ વાંચો :- Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ

આ પણ વાંચો :- Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">