AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Idol 12: ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ શોમાં કરશે મસ્તી, આદિત્ય નારાયણે શેર કર્યો ફની વિડીયો

ઇન્ડિયન આઈડલ 12 નું સમાપન 15 ઓગસ્ટના રોજ થવાનું છે. એવામાં ઈન્ટરનેટથી ફેમસ થયેલ સેહદેવ આ શોના સેમી ફાઈનલ એપિસોડમાં આવવા જઈ રહ્યો છે.

Indian Idol 12: 'બચપન કા પ્યાર' ફેમ સહદેવ શોમાં કરશે મસ્તી, આદિત્ય નારાયણે શેર કર્યો ફની વિડીયો
Bachpan ka pyaar fame sahdev dirdo to be seen on the semi finale episode of Indian idol 12
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 9:57 AM
Share

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) તેના છેલ્લા પડાવ પર છે. શોનો જેમ જેમ અંત આવતો જઈ રહ્યો છે શો તેમ તેમ મજેદાર થતો જઈ રહ્યો છે. શોમાં દર અઠવાડિયે ખાસ મહેમાનો આવી રહ્યા છે જે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઇન્ડિયન આઇડલ 12 ની સેમી ફાઇનલે ઘણી જ મજેદાર બનવાની છે. આ શોમાં રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર (Social Media Star) બની ગયેલા સહદેવ દિરદો (Sahdev Dirdo) જોવા મળશે.

બચપન કા પ્યાર મેરા ગીત આ સમયે દરેકની જીભ પર છે. છત્તીસગઢનો સહદેવ, જે આ ગીત ગાઈને પ્રખ્યાત થઇ ગયો તે હવે ઈન્ડિયન આઈડલ 12 નો ભાગ બનવા જઈ રહ્યો છે. જ્યાં દરેકને તેની સાથે આ ગીત ગાવામાં ખૂબ જ મજા આવશે. શોના હોસ્ટ આદિત્ય નારાયણે સહદેવ અને બાકીના સ્પર્ધકો સાથે એક વિડીયો શેર કર્યો છે.

ઇન્ડિયન આઈડલના સેટ પર મસ્તી

આદિત્ય નારાયણે એક વિડીયો શેર કર્યો છે જેમાં સહદેવ અને બાકીના લોકો જોવા મળે છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં બચપન કા પ્યાર સોંગ વાગી રહ્યું છે. તેમજ સહદેવ સાથે 6 સ્પર્ધકો પવનદીપ, સન્મુખપ્રિયા, અરુણિતા, સાયલી, નિહાલ, દાનિશ અને જજ અનુ મલિક તેમજ સોનુ કક્કર ઉભા છે. સહદેવ સાથે મળીને, દરેક વ્યક્તિ આ ગીત સાથે મસ્તી કરતા જોવા મળે છે, અને બાદમાં સ્ટેજ પર નાચવા લાગે છે.

આ વિડીયો શેર કરતાં આદિત્યએ લખ્યું – આ ક્યુટ સહદેવ અને ઇન્ડિયન આઇડલની ટીમ સાથે બચપન કા પ્યાર. આદિત્યની આ પોસ્ટને લગભગ 2 લાખ લોકોએ લાઈક કરી છે.

બાદશાહ સાથે કરશે કામ

સહદેવનો વિડીયો વાયરલ થયા બાદ તેને કામ કરવાની તક મળી છે. તે રેપર બાદશાહ સાથે કામ કરવા જઈ રહ્યો છે. બાદશાહે સોશિયલ મીડિયા પર સહદેવ સાથેની એક તસવીર પણ શેર કરી છે.

આ પણ વાંચો: Ullu ટીવીના CEO વિભુ અગ્રવાલ સામે કેસ દાખલ, મહિલાએ જાતીય શોષણનો લગાવ્યો આરોપ

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને ફેસબુક પર એવું કંઈક લખ્યું કે એક યુઝરે કહ્યું – ‘અરે, અમે કંટાળી ગયા છીએ આ માણસથી’

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">