Asha Bhosleને મહારાષ્ટ્ર ભૂષણ 2020 એવોર્ડથી સન્માનિત કરાશે, સીએમ ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

દિગ્ગજ ગાયિકા Asha Bhosle ને મહારાષ્ટ્ર ભૂષણ 2020 એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય એવોર્ડ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કરી હતી.

Asha Bhosleને  મહારાષ્ટ્ર ભૂષણ 2020 એવોર્ડથી સન્માનિત કરાશે, સીએમ ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત
મહાન ગાયિકા Asha Bhosleને મહારાષ્ટ્ર ભૂષણ 2020 એવોર્ડ આપવાની જાહેરાત
Follow Us:
| Updated on: Mar 25, 2021 | 9:46 PM

દિગ્ગજ ગાયિકા Asha Bhosle ને મહારાષ્ટ્ર ભૂષણ 2020 એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય એવોર્ડ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કરી હતી.

પ્લેબેક સિંગર Asha Bhosle ની  ગુરુવારે મહારાષ્ટ્ર ભૂષણ -2020 એવોર્ડ માટે પસંદગી કરવામા આવી હતી.  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ માહિતી આપી હતી. ઠાકરેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડની પસંદગી સમિતિની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સાંસ્કૃતિક બાબતોના મંત્રી અમિત વિલાસરાવ દેશમુખ, રાજ્ય મંત્રી રાજેન્દ્ર પાટિલ  અને અન્ય ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ જાહેરાત પછી તરત જ ઠાકરે, પવાર અને અન્ય લોકોએ 87 વર્ષના ભોંસલેને અભિનંદન પાઠવ્યા હતા. જેમને બાદમાં યોજાનારા સમારોહમાં સન્માનિત કરવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દિગ્ગજ ગાયિકા Asha Bhosle હાલમાં 89 વર્ષના છે. જ્યારે આ વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને પોતાની ઉંમર અડધી અડધી લાગે છે કારણ કે તે ગતિ અને કાર્યક્ષમતામાં માને છે.

ગાયિકા કહ્યું, ‘મને લાગે છે કે તે મારી ગતિ અને કાર્યક્ષમતા છે. હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરવા માંગુ છું અને ઝડપથી કરીશ. ઉદાહરણ તરીકે, હું ખરેખર ઝડપી રસોઇ કરું છું. અન્ય લોકો રસોડામાંથી બહાર નીકળી જાય છે કારણ કે તે મારી ગતિથી મેળ ખાવામાં અસમર્થ છે. હું મારા સંગીત વિશેની પ્રામાણિકતાનો આદર કરું છું. પ્રામાણિકતા એ મારુ અભિન્ન અંગ છે. તેનાથી મને પણ નુકસાન થયું છે, પરંતુ મે  હંમેશાં કામમાં અને જીવનમાં જે કર્યું છે તે અંગે પ્રામાણિક રહી છું.

જ્યારે Asha Bhosle  નાના હતા, ત્યારે તેમને સમજાયું કે તેમની પોતાની ગાયકી શૈલી બનાવવા માટે તેણે મોટી બહેન લતા મંગેશકરથી દૂર જવું પડ્યું. હંમેશાં પશ્ચિમી સંગીત અને કેમેરોન મિરિંડા જેવા ગાયકોની શૈલીમાં રસ રાખનારા આશા ભોંસલે હંમેશા પોતાની રીતે ગાવાનો પ્રયત્ન કર્યો છે. તેણી શાસ્ત્રીય સંગીત તાલીમ કરતાં અલગ રીતે અલગ અલગ ધૂનમાં નવા પ્રયોગો અજમાવતા હતા.

તાજેતરમાં જ તેમણે ‘ઈન આંખે કી મસ્તી કે’ શીર્ષક સત્રમાં ગીતકાર, પટકથાકાર અને સમિટ માર્ગદર્શક પ્રસૂન જોશી સાથે તેમના સંગીત અને જીવનના અનુભવો શેર કર્યા. ગાયકે કહ્યું, “જરૂરિયાતો એ કોઈ પણ મનુષ્યના જીવનની સૌથી મોટી નિર્ધારક હોય છે. જરૂરિયાતથી મને મળતું દરેક પ્રકારનું ગીત ગાવાની ફરજ પડી. કોઈપણ પ્રકારનું ગીત મારા માટે ‘ભગવાન’ જેવું છે. હું મને મળેલા ગીતોમાં મારી ચમક છોડી શકવા સક્ષમ હતી. “

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">