Aryan Drugs Case : શાહરૂખના લાડલાને કોઈ રાહત નહિ, આર્યનની જામીન અરજી અંગે બુધવારે થશે સુનાવણી

ડ્રગ્સ કેસમાં કિંગખાન શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી વધી રહી છે.ત્યારે મળતા અહેવાલ મુજબ બુધવારે આર્યની જામીન અરજી અંગે સુનાવણી થશે.

Aryan Drugs Case : શાહરૂખના લાડલાને કોઈ રાહત નહિ, આર્યનની જામીન અરજી અંગે બુધવારે થશે સુનાવણી
Aryan Khan Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 2:11 PM

Aryan Drugs Case :  સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે રાહત મળી નથી. જામીન ન મળવાને કારણે આર્યને હવે મુંબઈની આર્થર રોડ જેલમાં વધુ બે રાત વિતાવવી પડશે. ડ્રગ્સ કેસમાં આર્યનની કસ્ટડી (Aryan’s Custody) લંબાવવામાં આવી છે. મળતી માહતી અનુસાર,કોર્ટ દ્વારા આર્યનની જામની અરજી અંગે 13 ઓક્ટોબર ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

NCBએ ડ્રગ્સ કેસને લઈને કોર્ટ પાસે સમય માંગ્યો હતો

ઉલ્લેખનીય છે કે, NCBએ આર્યન ડ્રગ્સ કેસને (Drugs Case) લઈને કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેને કારણે મુંબઈ સેશન્સ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આર્યન ખાન વતી એડવોકેટ સતીશ માનશિંદેએ શનિવારે એનડીપીએસ કોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી. તેમજ 11 ઓક્ટોબરે વકીલ અમિત દેસાઈ આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા કોર્ટમાં પણ હાજર રહ્યા હતા.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આર્યનના વકીલે કોર્ટમાં આ દલીલ કરી

જો કે આર્યનના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી, તેથી તેને જામીન મળવા જોઈએ. પરંતુ એનસીબીના વકીલ એસપી ચીમલકરે કહ્યું કે, અમિત દેસાઈએ (Lawyer Amit Desai) આપેલી હકીકતો સાચી નથી. NCB તમામ પુરાવા અને કાગળો કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે તૈયાર છે. પરંતુ આ માટે તેને 2-3 દિવસનો સમય જોઇએ છે. સામાન્ય રીતે, આ પ્રકારની કાર્યવાહીને લગતા પુરાવા અને માહિતી એકત્ર કરવા માટે દસ્તાવેજીકરણમાં એક સપ્તાહનો સમય લાગે છે.

પુરાવા એકઠા કરવા NCBએ કોર્ટમાં સમયની માંગ કરી

આર્યનના વકીલ અમિત દેસાઈએ જણાવ્યું હતું કે શુક્રવારે આર્યન ખાન (Aryan Khan) માટે જામીન અરજી દાખલ કર્યા બાદ NCB ને બે દિવસનો પૂરતો સમય મળ્યો છે. પરંતુ NCB ના અધિકારીઓ વધુ દરોડા પાડવામાં વ્યસ્ત હતા. તેથી યોગ્ય પુરાવા શોધી શક્યા નથી.આ અંગે એનસીબી વતી અન્ય વકીલ એસપીપી સેઠનાએ જણાવ્યું કે, આ કેસના પુરાવા માટે અમે બે-ત્રણ દિવસનો સમય માંગી રહ્યા છીએ, અને તે વાજબી માંગ છે. સામાન્ય રીતે NCB પુરાવા માટે સાત દિવસનો કોર્ટમાં સમય માંગતી હોય છે.

આ પણ વાંચો : Maharashtra Bandh : લખીમપુર ખેરી હિંસાની અસર મહારાષ્ટ્રમાં, રાજ્યબંધને પગલે ભાજપે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો : Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, ‘આર વેલ્યુ’ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">