મલાઈકા સાથે સરખામણી પર ભડકી નોરા ફતેહી, ગુસ્સામાં કહ્યું – મારી ઓળખ બિલકુલ અલગ છે
મલાઈકા અરોરાનો શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા' ઘણો લોકપ્રિય થઇ રહ્યો છે. પરંતુ આ શો ના કારણે એક વિવાદ ઉભો થયો છે, અભિનેત્રી નોરા ફતેહીની સરખામી મલાઈકા અરોરા થતા, નોરા રોષે ભરાય છે, અને પોતાની પ્રતિક્રિયા આપી છે, આ અહેવાલમાં વાંચો નોરાએ શું કહ્યુ.
મલાઈકા અરોરાનો શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’ ઘણો ધૂમ મચાવી રહ્યો છે. હાલમાં જ આ શોનો નવો પ્રોમો રિલીઝ થયો હતો, જે ખૂબ જ લોકપ્રિય થયો હતો. આ પ્રોમોમાં નોરા ફતેહી અને કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ મલાઈકા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ત્રણેય એકબીજા સાથે વાત કરે છે જ્યારે અચાનક નોરા ગુસ્સે થઈ જાય છે અને જતી રહે છે. આ નાનકડા પ્રોમો વીડિયોએ સોશિયલ મીડિયા પર બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. દર્શકો વિચારી રહ્યા છે કે નોરા ગુસ્સામાં જતી રહી પછી શું થયું. જો કે, ટેરેન્સ વીડિયોમાં તેમને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યો, પરંતુ તે તેમને રોકવામાં અસમર્થ રહ્યો.
હવે નોરા ફતેહીની પ્રતિક્રિયા સામે આવી છે. મલાઈકા સાથેની તેની સરખામણી અંગે નોરાએ કહ્યું કે, બંને અભિનેત્રીઓની સરખામણી કરવી બિલકુલ યોગ્ય નથી, જે લોકો ઘણીવાર કરે છે. નોરા કહે છે, ‘મલાઈકાએ એ કર્યું જે કદાચ હું ક્યારેય ન કરી શકી.’ તે બોલિવૂડનું ગૌરવ અને બોલિવૂડનો વારસો છે અને હંમેશા રહેશે. આપણે સમય બદલી શકતા નથી. તેની એક અલગ ઓળખ છે અને મારી અલગ ઓળખ છે.
નોરા કહે છે કે આ બધું મારા માટે અપમાનજનક છે. આ બાબતનું દુઃખ છે કે કોઈ મારી સરખામણી બીજા કોઈ સાથે કરે છે. વધુમાં તેણે કહ્યું કે આ બધું મારા માટે અપમાનજનક છે. આવી સરખામણીનો કોઈ અર્થ નથી, આમાં બંનેની ઈમેજને અસર પડે છે.
નોરા ફતેહી પછી મલાઈકાએ પોતાની વાત રાખી હતી. મલાઈકા કહે છે કે લોકો નોરા અને તેને ઈવેન્ટ-શોમાં સાથે જોવા ઈચ્છે છે. જેથી તેઓ બંનેની સરખામણી કરી શકે અને આ બાબત અમને સમજાય છે. વાતચીત દરમિયાન નોરાએ મલાઈકાને પૂછ્યું કે શું તેને આ બધી બાબતોનું ખરાબ નથી લાગતું. જેના પર મલાઈકા જવાબ આપે છે કે એવું કેમ નથી લાગતું. હું પણ માણસ છું. મને પણ ખરાબ લાગે છે. મલાઈકા કહે છે, ‘એ વિચારીને અજીબ લાગે છે કે જે કામ મારું હોઈ શકે. હવે બીજું કોઈ આવું કરી રહ્યું છે. આવી વસ્તુઓ તમને અંદરથી તોડી શકે છે.
આ ઘટનામાં નોરા બાદ મલાઈકાએ પોતાનો મંતવ્ય રજુ કર્યો, મલાઈકા કહે છે કે ‘લોકો મને(મલાઇકા) અને નોરાને એક સાથે જોવા ઈચ્છે છે. કારણ કે બંનેની તુલના કરી શકે, આ તુલનાથી સ્વાભાવિક રીતે જ લાગણી દુભાય એમ પણ બને’. નોરા મલાઈકાને પુછે છે કે ‘શું તેને આ બાબતો પર ખરાબ નથી લાગતું’. આના પર જવાબ આપતા મલાઈકા કહે છે કે ‘મને પણ ખરાબ લાગે છે, મને પણ દુ:ખ થાય છે. આખરે હું પણ માણસ જ છું ને. મલાઈકા કહે છે કે જે કામ મારૂ હતું એ હવે બીજુ કોઈ કરી રહ્યુ છે આ જોઈ ઘણું દુ:ખ થાય છે. આ બાબત માણસને અંદરથી તોડી નાખે છે.’
જુઓ વીડિયો