Big News : ડાન્સ પરફોર્મન્સ અધુરૂ છોડતા બોલિવુડ એક્ટ્રેસ અમિષા પટેલ વિરુદ્ધ FIR, અભિનેત્રીએ ટ્વિટ કરીને બચાવ કર્યો

|

Apr 27, 2022 | 8:32 AM

અભિનેત્રી અમીષા પટેલ કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહે છે. તાજેતરમાં, એક વિવાદમાં, અભિનેત્રી પર તેના ડાન્સ પરફોર્મન્સને અધૂરું છોડવાને કારણે ચર્ચામાં આવી છે. જેના પર તે પોતાનો બચાવ કરતી જોવા મળી.

Big News : ડાન્સ પરફોર્મન્સ અધુરૂ છોડતા બોલિવુડ એક્ટ્રેસ અમિષા પટેલ વિરુદ્ધ FIR, અભિનેત્રીએ ટ્વિટ કરીને બચાવ કર્યો
FIR Against Ameesha Patel

Follow us on

Ameesha Patel Claimed : બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel) આ દિવસોમાં કેટલાક વિવાદોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી પર ગંભીર આરોપ છે જેના કારણે તે મુશ્કેલીનો સામનો કરી રહી છે. હાલમાં જ એક શો દરમિયાન અડધું પરફોર્મન્સ આપવા બદલ અમીષા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કિસ્સો મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ખંડવાનો છે. સોશિયલ વર્કર સુનીલ જૈને અભિનેત્રી પર આ આરોપ લગાવ્યો છે અને અમીષા પટેલ વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અમિષા પર આરોપ લગાવતા સની જૈને કહ્યું હતું કે પૂરા પૈસા લીધા પછી પણ અમીષા પટેલે આ પરફોર્મન્સ (Dance Performance) અધૂરું છોડી દીધું હતું. પહેલા તો અભિનેત્રી 23 એપ્રિલે પોતાના કાર્યક્રમમાં મોડી પહોંચી હતી.જે બાદ 5 મિનિટનું ડાન્સ પરફોર્મન્સ આપીને, તેણીએ અધવચ્ચે જ શો છોડી દીધો. તમને જણાવી દઈએ કે અભિનેત્રી અમીષા પટેલના આ વલણથી સમિતિ નારાજ છે. આ ઉપરાંત આયોજકો અને પ્રેક્ષકો પણ આ કૃત્યથી નિરાશ થયા હતા. જે બાદ અમીષા પટેલે પોતાનો બચાવ કરતા ટ્વિટર પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. ટ્વિટ કરતી વખતે તેણે કહ્યું હતુ કે 23 એપ્રિલ 2022 ના રોજ મધ્ય પ્રદેશના ખંડવા શહેરમાં નવચંડી મહોત્સવમાં તેણે હાજરી આપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમીષાએ ટ્વીટ કરીને પોતાનો બચાવ કર્યો હતો

તેણે આગળ લખ્યું કે ફ્લેશ એન્ટરટેઈનમેન્ટ અને અરવિંદ પાંડે દ્વારા ખૂબ જ ખરાબ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં હું મારા જીવનું જોખમ અનુભવી રહી હતી. આ સાથે, અભિનેત્રીએ તેના ટ્વિટમાં તેની સંભાળ લેવા બદલ સ્થાનિક પોલીસનો પણ આભાર માન્યો હતો.

અભિનેત્રીનો વિવાદો સાથે જૂનો સંબંધ

જેમ તમે જાણો છો, આ પહેલીવાર નથી જ્યારે અમીષા પટેલ કોઈ વિવાદનો શિકાર બની હોય. આ પહેલા પણ અભિનેત્રી ઘણી વિવાદાસ્પદ ચર્ચાઓનો ભાગ રહી ચુકી છે.એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં અમીષા પટેલ ફિલ્મ ગદર 2નું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ ફિલ્મના લખનૌ શેડ્યૂલનું શૂટિંગ પૂરું થયું છે.

આ પણ વાંચો : Aamir Khan Video : આમિર ખાન હવે કઈ નવી સ્ટોરી કહેવા જઈ રહ્યો છે, વીડિયો શેર કરતા ફેન્સની ઉત્સુકતા વધી

આ પણ વાંચો : સંગીતકાર એ.આર. રહેમાન, વિલ સ્મિથના બચાવમાં આવ્યા, થપ્પડ કાંડ વિશે કહ્યું- ક્યારેક આવી…

Published On - 8:31 am, Wed, 27 April 22

Next Article