પ્રપોઝમાં પાછીપાની: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રએ અમિષા પટેલને લગ્ન માટે કર્યું પ્રપોઝ, બાદમાં ટ્વીટ કરી નાખ્યુ ડિલીટ

પ્રપોઝમાં પાછીપાની: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રએ અમિષા પટેલને લગ્ન માટે કર્યું પ્રપોઝ, બાદમાં ટ્વીટ કરી નાખ્યુ ડિલીટ
Faisal patel And Ameesha Patel

ફૈઝલ પટેલ અને અમીષા ઘણી વખત સાથે જોવા મળ્યા છે, પરંતુ તેણે ક્યારેય તેમના સંબંધો વિશે જાહેરમાં કંઈ કહ્યુ નથી.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 31, 2021 | 5:28 PM

Faisal Patel: દિવંગત રાજકારણી અહેમદ પટેલના (Ahmed Patel) પુત્ર ફૈઝલ પટેલનો (Faisal Patel) આજે જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસની તમામ શુભેચ્છાઓ વચ્ચે અભિનેત્રી અમીષા પટેલની (Ameesha Patel) એક ટ્વીટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. તમને જણાવી દઈએ કે અમીષા પટેલના ટ્વીટનો ફૈઝલ પટેલે તેની લાગણીઓ વ્યક્ત કરીને અનોખી રીતે જવાબ આપ્યો છે.

અમીષા પટેલે ફૈઝલને જન્મદિવસની શુભેચ્છા આપી

અમીષા પટેલે ફૈઝલને જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યુ કે, હેપ્પી બર્થડે માય ડાર્લિંગ @mfaisalpatel love uuuuuu… તમારું વર્ષ ખૂબ જ શાનદાર રહે….

ફૈઝલે અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ

ફૈઝલે અભિનેત્રી અમિષાને જવાબ આપતા લખ્યુ કે થેન્ક્યુ @ameesha_patel. હું સતાવાર રીતે જાહેરમાં પ્રપોઝ કરુ છું, તુ મારી સાથે લગ્ન કરીશ? જો કે અમીષાને પ્રપોઝ કર્યા બાદ તરત જ ફૈઝલ પટેલે આ ટ્વિટ ડિલીટ કરી નાખ્યુ હતુ.

તમને જણાવવુ રહ્યુ કે ફૈઝલ અને અમીષા પટેલ ભૂતકાળમાં ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય તેમના સંબંધોની જાહેરમાં પુષ્ટિ કરી નહોતી. ઉલ્લેખનીય છે કે ફૈઝલ HMP ફાઉન્ડેશન અને Aria Analytics, Incના CEO છે. તેણે અગાઉ ઝૈનબ નેદઉ પટેલ સાથે લગ્ન કર્યા હતા, જેનું 7 જૂન, 2016ના રોજ અવસાન થયું હતું. તે લાંબા સમયથી કાર્ડિયાક અને ન્યુરોલોજી સંબંધિત બીમારી સામે લડી રહી હતી.

અમીષા પટેલ આ ફિલ્મમાં જોવા મળશે

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમીષા પટેલ અભિનેતા સની દેઓલ સાથે ફિલ્મ ગદર 2માં જોવા મળશે. તે આ ફિલ્મમાં સકીનાની ભૂમિકામાં ફરીથી જોવા મળશે, જેમાં ઉત્કર્ષ શર્મા પણ લીડ રોલમાં હશે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત, ગદર 2માં રિલીઝ થશે.

આ પણ વાંચો : Miss Universe 2021: હરનાઝ સંધુએ તેનો ફેવરીટ લુક અને પ્રવાસના ફોટો કર્યા શેર

આ પણ વાંચો : Mumbai : બોલિવુડમાં કોરોનાનો કહેર યથાવત, વધુ એક પોપ્યુલર એક્ટ્રેસ થઈ કોરોના સંક્રમિત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati