રણબીર કપૂર (Ranbir Kapoor)અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નનો દિવસ આખરે આજે આવી ગયો છે. આજે તેમના ફેન્સમાં એટલી હદે પહોંચી ગઈ છે કે કેટલાક ચાહકોએ તેમના લગ્ન માટે એક ઓનલાઈન પિટિશન પણ શરૂ કરી છે. જેમાં કલાકારોને તેમના લગ્નની વિગતો જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે. લગ્નની તારીખ પહેલાથી જ જાહેર થઈ જવાથી તેમની સમસ્યા હલ થઈ ગઈ હોવા છતાં, પણ અમુક લોકો અત્યારે (Ranbir Alia Wedding) ઓનલાઈન પિટિશન ચલાવી રહ્યા છે.
તેમની Change.org પિટિશનમાં તમે આ વાંચી શકો છો : “જ્યારે તેઓ બંનેએ ઘણી વખત જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે, તેઓ લગ્ન વિશે ગુપ્તતા જાળવી રહ્યા છે. તેણે અમને ખૂબ નિરાશ કર્યા છે. અમે તેમની ગોપનીયતાનો આદર કરવા ઈચ્છીએ છીએ. પરંતુ તેમના ચાહકોના પ્રેમ ખાતર, હું તેમને વિનંતી કરીશ કે લગ્નના તહેવારોની વિગતો, દરેક દિવસના પોશાક પાપારાઝીને જણાવો જેથી તેમના લાખો ચાહકો સુધી તે પહોંચે. તે આપણને ઘણો આનંદ, આશા અને ખુશી આપશે!”
આ પિટિશનમાં અત્યાર સુધીમાં 43 લોકોએ હસ્તાક્ષર કર્યા છે. જેનું શીર્ષક છે “રણબીર-આલિયા કૃપા કરીને મીડિયા અને પેપ્સ સાથે તમારા લગ્નના અપડેટ્સ શેર કરો – વાયરલ ભાયાણી, પિંકવિલા”, આ અરજી એક પ્રાક્ષી સાહા નામની છોકરી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
બોલિવૂડના લગ્નો, અને તેમાં પણ જ્યારે સમૃદ્ધિની વાત આવે છે ત્યારે હંમેશા સેલિબ્રિટી લગ્નોનો દબદબો રહ્યો છે. આ માટે જ લોકો અત્યારે રણબીર આલિયાના લગ્ન વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક બની રહ્યા છે.
અમે તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે, જ્યારે રણબીર કપૂર કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીર આલિયા ભટ્ટ સાથેના લગ્ન પછી તરત જ સોશિયલ મીડિયામાં જોડાઈ શકે છે.
શું તમે આ પીટીશનમાં સિગ્નેચર કરવા માંગશો ?? નીચે અમારા ક્મેન્ટ બોક્ષમાં જણાવશો…