Alia Ranbir Wedding : શું રણબીર કપૂરે તેના લગ્નના સમાચાર ફેલાવ્યા હતા?? જાણો અહીયાં

Alia Ranbir Wedding : ગઇકાલે રણબીર કપૂરની માતા નીતુ કપૂર (Neetu Kapoor) અને બહેન રિદ્ધિમા સાહની મીડિયાની સામે આવ્યા હતા અને જણાવ્યુ કે આજે એટલે કે 14 એપ્રિલે આલિયા ભટ્ટ કપૂર પરિવારની વહુ બનવા જઈ રહી છે.

Alia Ranbir Wedding : શું રણબીર કપૂરે તેના લગ્નના સમાચાર ફેલાવ્યા હતા?? જાણો અહીયાં
Ranbir Kapoor & Alia Bhatt (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 10:32 AM

આલિયા ભટ્ટ અને (Alia Bhatt) રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, જો કે તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ 13મી એપ્રિલે રણબીર કપૂરની માતા નીતુ કપૂર (Neetu Kapoor) અને બહેન રિદ્ધિમા સાહનીએ તમામ પાપારાઝીઓને એ સમાચાર કન્ફર્મ કરવામાં આવ્યા હતા. જો કે, મીડિયા દ્વારા આજકાલ નીતુ કપૂરને સતત એક જ પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે ‘લગ્ન ક્યારે છે – લગ્ન ક્યારે છે?’, પરંતુ નીતુ કપૂરે તેના વિશે એક શબ્દ પણ બોલ્યો ન હતો –

નીતુ કપૂરે ત્યારે જણાવેલું કે, ”શા માટે મારે કહેવું જોઈએ? લગ્ન ક્યારે છે. માત્ર ઉપરવાળો જ જાણે છે આ વાત. જો કે, હું આશા રાખું છું કે તેઑ બંને જલ્દી લગ્ન કરે.”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રણબીર કપૂરે કર્યું હતું પ્લાનિંગ!

હવે નીતુ કપૂર ખુલ્લેઆમ આલિયાના વખાણ કરતી જોવા મળી હતી, જ્યારે રણબીરની બહેન રિદ્ધિમા સાહનીએ પણ આલિયાને ‘ડોલ’ કહી હતી. આ પૂર્વે, રણબીર કપૂરે તેની માતાને રોકી હતી કે તેણે મીડિયા સામે લગ્ન વિશે વાત ન કરવી જોઈએ, અથવા તેની તરફથી કોઈ સંકેત આપવો જોઈએ નહીં. રણબીરનું માનવું હતું કે તે યોગ્ય સમયે જાહેર થવી જોઈએ. રણબીરે પહેલેથી જ પ્લાનિંગ કરી લીધું હતું કે નીતુ અને રિદ્ધિમાને આ વિશે મીડિયાને કયા સમયે જણાવવું.

અહી વાયરલ વીડિયો જુઓ 

એક જાણીતા અંગ્રેજી અખબાર અનુસાર, ”રણબીર કપૂરે તેની માતા અને બહેનને સૂચન કર્યું હતું કે તેઓ આજે લગ્નની તારીખની જાહેરાત કરે. નીતુ કપૂર અને રિદ્ધિમા રણબીરના ‘વાસ્તુ’ ઘરની સામે મીડિયા કવરેજ માટે બેઠેલા પાપારાઝીની સામે આવ્યા હતા અને લગ્ન વિશે વાત જણાવી હતી. રણબીરે રિદ્ધિમા અને તેની માતા નીતુને આલિયા અને તેમના લગ્નની તારીખ વિશે બધાને જણાવવા માટે ત્યાં મોકલ્યા હતા.

નીતુ કપૂરે લગ્નની તારીખ જણાવતા પહેલા આલિયાના વખાણ કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું- ‘હવે હું તેના વિશે શું કહું, તે શ્રેષ્ઠ છે.’ તે ઢીંગલી જેવી છે.

આ પણ વાંચો – Ranbir-Alia Wedding: રણબીર કપૂર અને આલિયાની મહેંદી પર જોવા મળ્યો સેલિબ્રિટીનો સ્વેગ, જુઓ તમારા મનપસંદ કલાકારોના લુક્સ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">