AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટે તેની બહેન શાહીન ભટ્ટ સાથે શેયર કરી માલદીવ ટ્રીપની તસવીરો

આલિયા ભટ્ટ તેના શાનદાર અભિનયને લીધે દરેક વ્યક્તિનું આજે દિલ જીતી લીધું છે. આલિયાએ તેનો 29મો જન્મદિવસ આ વખતે માલદીવ ખાતે એક પ્રાઈવેટ આઈલેન્ડ પર તેના નજીકના મિત્રો અને પરિવારજનો સાથે સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો હતો.

આલિયા ભટ્ટે તેની બહેન શાહીન ભટ્ટ સાથે શેયર કરી માલદીવ ટ્રીપની તસવીરો
Alia Bhatt with Shaheen Bhatt
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 5:20 PM
Share

બોલીવુડની અત્યારે નંબર 1 ગણાતી અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) હજુ પણ તેના જન્મદિવસની રજાઓનો આનંદ માણી રહી છે. તેણે તાજેતરમાં જ તેનો 29મો જન્મદિવસ મનાવ્યો છે. તે અત્યારે માલદીવ ખાતે પોતાના નજીકના મિત્રો અને પરિવારજનો સાથે રજાઓ માણી રહી છે. તેણે માલદીવ ખાતેથી પોતાની બહેન શાહીન ભટ્ટ (Shaheen Bhatt) સાથે ક્યૂટ તસવીરો શેયર કરી છે. જો કે આલિયાના ફેન ફોલોવિંગમાં અત્યારે એ સવાલ ઉઠી રહ્યો છે કે આ તસવીરો કોણે ક્લિક કરી છે ? શું આ તસવીરો તેના પાર્ટનર રણબીર કપૂરે ક્લિક કરી છે કે શું ?

આલિયા ભટ્ટે તાજેતરમાં તેની બહેન શાહીન ભટ્ટ માટે ઈન્સ્ટાગ્રામ પર એક લવલી પોસ્ટ શેયર કરી છે. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘આઈ લવ યુ, શાહીન ભટ્ટ. તું મારા દરેક દિવસને શાનદાર બનાવે છે. સિસ્ટર અપ્રિશિયેશન પોસ્ટ.’ આલિયા અને શાહીનની માતા સોની રાઝદાનને (Soni Razdan) પણ આ પોસ્ટ ખુબ જ પસંદ આવી રહી છે. સોની રાઝદાને આ પોસ્ટ પર હાર્ટ આઈઝવાળા ઈમોજીઝ વડે રિએક્શન આપ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને પણ આલિયાના જન્મદિવસના સેલિબ્રેશનની પોસ્ટ શેયર કરી છે, જે આલિયાના ચાહકોમાં ખુબ વાયરલ થઈ હતી. આલિયાએ તેના જન્મદિવસ પર એક પોસ્ટ શેયર કરતા કેપ્શનમાં લખ્યું કે આ 29મું વર્ષ છે. તમારા સૌનો મારા પર અઢળક પ્રેમ વરસાવવા માટે ખુબ ખુબ આભાર.

આલિયા તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મૂવી, નેટફ્લિક્સ જાસૂસી ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં હોલિવુડ મેગા સ્ટાર ગેલ ગેડોટ (Gal Gadot) અને જેમી ડોર્નન (Jamie Dornan) સાથે પણ જોવા મળશે. આલિયા છેલ્લે ગંગુબાઈ કાઠિયાવાડીમાં જોવા મળી હતી અને તેના અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા હવે આગામી બિગ બજેટ ડ્રામા ફિલ્મ RRRમાં જોવા મળશે. જેમાં તેની સાથે સાઉથ ફિલ્મોનો સુપરસ્ટાર રામ ચરણ તેજા (Ram Charan Teja) પણ જોવા મળશે. આ ઉપરાંત તેણી ‘બ્રમ્હાસ્ત્ર’માં પ્રેમી રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે પણ જોવા મળશે. આ ઉપરાંત, આલિયા ભટ્ટ ‘ડાર્લિન્ગસ’, ‘જી લે ઝરા’ અને ‘રાની કી પ્રેમ કહાની’ આ ફિલ્મોમાં પણ તેના અભિનયનો જાદુ પાથરતી જોવા મળશે.

આ પણ વાંચો – Mumbai : માધુરી દીક્ષિત પરિવાર સાથે લક્ઝરી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ, દર મહિને 12 લાખ ચૂકવશે ભાડુ, જુઓ PHOTOS

આ પણ વાંચો – ઐશ્વર્યા રજનીકાંતની ડિરેક્ટર તરીકે નવી ઇનિંગ શરૂ,બીજી બોલિવૂડ ફિલ્મની થઈ જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">