AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FORBESએ જાહેર કરી યાદી, સૌથી વધુ કમાણી કરનાર 100 સેલેબ્રીટીમાં અક્ષયકુમાર એકમાત્ર ભારતીય

અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે (FORBES) હાલમાં જ 2020માં સૌથી વધુ કમાણી કરનારા દુનિયાના સેલેબ્રીટીઓનું લીસ્ટ જાહેર કર્યુ છે. અક્ષય કુમાર તેમાં એકમાત્ર ભારતીય છે જે લીસ્ટમાં 52માં નંબર પર છે. કોરોનાકાળમાં અક્ષય કુમારની કમાણી પર અસર પડી છે.. ગયાવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તેની આવક 88 કરોડ રૂપિયા ઘટી ગઈ છે. તેમ છતાં અક્ષય કુમાર જૈકી […]

FORBESએ જાહેર કરી યાદી, સૌથી વધુ કમાણી કરનાર 100 સેલેબ્રીટીમાં અક્ષયકુમાર એકમાત્ર ભારતીય
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 18, 2020 | 11:51 AM
Share

અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે (FORBES) હાલમાં જ 2020માં સૌથી વધુ કમાણી કરનારા દુનિયાના સેલેબ્રીટીઓનું લીસ્ટ જાહેર કર્યુ છે. અક્ષય કુમાર તેમાં એકમાત્ર ભારતીય છે જે લીસ્ટમાં 52માં નંબર પર છે. કોરોનાકાળમાં અક્ષય કુમારની કમાણી પર અસર પડી છે.. ગયાવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તેની આવક 88 કરોડ રૂપિયા ઘટી ગઈ છે. તેમ છતાં અક્ષય કુમાર જૈકી ચેન અને જેનીફર લોપેઝ જેવા સ્ટાર્સથી ખૂબ આગળ રહ્યો છે. 2019માં તેની કમાણી ( 444 કરોડ રૂપિયા) હતી. જે આ વર્ષે આશરે 356 કરોડ રૂપિયા થઈ ગઈ. ગયા વર્ષે અક્ષય આ લીસ્ટમાં 51માં અને 208માં 270 કરોડ રૂપિયાની કમાણી સાથે 76માં નંબર પર હતો.

100 કરોડની કમાણીની આશા મેગેજીન મુજબ, અક્ષયની કમાણીનો મુખ્ય સોર્સ ફિલ્મોજ રહી છે. રિપોર્ટમાં એ પણ લખ્યું છે કે તે બેંકેબલ સ્ટાર છે અને બચ્ચન પાંડે તેમજ બેલ બોટમ જેવી અપકમીંગ ફિલ્મોથી લગભગ 13 મિલિયન ડોલર એટલે કે આશરે 95 કરોડ રૂપિયાની કમાણી તે કરશે.

કાઈલી જેનર સૌથી વધુ કમાનારી સેલેબ્રીટી લિસ્ટ મુજબ, અમેરિકી મીડિયા પર્સનાલીટી, મોડલ, બિઝનસ વુમન કાઈલી જેનર દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી સેલેબ્રીટી છે. તેણે વર્ષમાં લગભગ 590 મિલિયન ડોલર ( આશરે 4340 કરોડ રૂપિયા )ની કમાણી કરી..

ટોપ-10માં કાન્યે વેસ્ટ અને ડ્વેન જોનસન લિસ્ટમાં અમેરિકી રેપર કાન્યે વેસ્ટ 170 મિલિયન ડોલર એટલે કે આશરે 1250 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાન પર છે. અમેરિકી એક્ટર ટાઈલર પૈરી આશરે 713 કરોડ રૂપિયા સાથે છઠ્ઠા અને ડ્વેન જોનસન 643 કરોડ રૂપિયા સાથે 10માં સ્થાન પર છે.

g clip-path="url(#clip0_868_265)">