Akshay Kumar એ આનંદ એલ.રાય સાથે 3 ફિલ્મો માટે કરી કરોડોની ડીલ, જાણો વિગત

અક્ષયની આનંદ એલ. રાય સાથે ત્રણ ફિલ્મો સાઇન થઈ છે. તે 3 ફિલ્મો છે ‘અતરંગી રે’, ‘રક્ષાબંધન’ અને એક શીર્ષક વિનાની ફિલ્મ છે. આ સોદો 127 કરોડનો છે.

  • tv9 webdesk40
  • Published On - 17:56 PM, 22 Feb 2021
Akshay kumar deal with anand l. rai of crore for 3 film, find out the details
Akshay Kumar

અભિનેતા અક્ષય કુમાર અને નિર્દેશક-નિર્માતા આનંદ એલ.રાયે ત્રણ ફિલ્મોની ડીલ કરી છે. તે 3 ફિલ્મો છે ‘અતરંગી રે’, ‘રક્ષાબંધન’ અને એક શીર્ષક વિનાની ફિલ્મ છે. અક્ષય કુમારના નજીકના સહયોગીઓએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આ સોદો 127 કરોડનો છે. ગયા વર્ષથી ટ્રેડ કોરિડોરમાં એવા અહેવાલો આવ્યા હતા કે અક્ષય કુમારે એકલા ‘અતરંગી રે’ માટે 120 કરોડ મેળવ્યા છે. પરંતુ તે સાચું છે કે અક્ષયની આનંદ એલ. રાય સાથે ત્રણ ફિલ્મો સાઇન થઈ છે. આમાં બે ફિલ્મોનું નિર્દેશન આનંદ પોતે કરી રહ્યા છે અને ત્રીજીનું દિગ્દર્શન કોઈ અન્ય કરશે. તેમની ત્રીજી ફિલ્મની વિગતો આવતા મહિનામાં રજૂ કરવામાં આવશે.

 

અતરંગી રેના સોંગના શૂટિંગ માટે 8 કરોડનો સેટ બનાવામાં આવી રહ્યો છે

સૂત્રોએ એવી પણ જાહેરાત કરી હતી કે અક્ષય દોઢ મહિના પછી ફિલ્મ’રક્ષાબંધન’નું શૂટિંગ શરૂ કરશે અને 15 માર્ચથી તે ‘અતરંગી રે’ના આગામી શિડ્યુલમાં જોડાશે. ખરેખર, 15 માર્ચથી ફિલ્મનો સોંગ સીક્વેંસ શરૂ થશે અને આ માટે 8 કરોડનો સેટ ફિલ્મ સિટીમાં બનાવવામાં આવી રહ્યો છે. ગીતનું નૃત્ય નિર્દેશન ગણેશ આચાર્યએ કર્યું છે. સારા અલી ખાન અને અક્ષય કુમાર ઉપરાંત 100 જુનિયર ડાન્સર્સ પણ જોવા મળશે. વળી, તેમણે કહ્યું હતું કે 2 માર્ચ સુધી તે ‘બચ્ચન પાંડે’ના શૂટિંગમાં વ્યસ્ત છે.