Tadap BO Collection: દર્શકોનું દિલ જીતવામાં સફળ થયા અહાન-તારા સુતરિયા, બીજા દિવસે ‘તડપે’ કરી આટલા કરોડની કમાણી

એક અહેવાલ મુજબ તડપે રિલિઝના બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. ફિલ્મે રિલિઝના બીજા દિવસે લગભગ 4.25 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. તેની સાથે જ ફિલ્મની બે દિવસની કુલ કમાણી લગભગ 8 કરોડ રૂપિયા થઈ છે.

Tadap BO Collection: દર્શકોનું દિલ જીતવામાં સફળ થયા અહાન-તારા સુતરિયા, બીજા દિવસે 'તડપે' કરી આટલા કરોડની કમાણી
Ahan Shetty and Tara Sutaria
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 5:13 PM

સુનિલ શેટ્ટીએ પોતાના પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty)ની ડેબ્યુ ફિલ્મ તડપથી ખુબ આશા હતી અને બોક્સઓફિસ કલેક્શન જોઈને લાગે છે કે ફિલ્મ તેમના વિશ્વાસ પર ખરી ઉતરી છે. અહાન શેટ્ટી અને તારા સુતરિયા (Tara Sutaria)ની રોમેન્ટિક જોડીનો જાદુ દર્શકો પર ચાલી ગયો છે. ફિલ્મે રિલિઝના પ્રથમ દિવસે જ સારી કમાણી કરી હતી અને બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે શુક્રવારે 4.05 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો અને બીજા દિવસે શનિવારે પણ ફિલ્મની આટલી જ કમાણી રહી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક અહેવાલ મુજબ તડપે રિલિઝના બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. ફિલ્મે રિલિઝના બીજા દિવસે લગભગ 4.25 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. તેની સાથે જ ફિલ્મની બે દિવસની કુલ કમાણી લગભગ 8 કરોડ રૂપિયા થઈ છે. જો કે આ ફિલ્મને ફેમિલી ઓડિયન્સની જરૂર નથી, પરંતુ આ સપ્તાહના અંતે એટલે કે આજે રવિવારે ફિલ્મ વધુ કમાણી કરશે તેવી આશા છે, બની શકે કે લોકો તેમના પરિવાર સાથે આ ફિલ્મ જોવા થિયેટરોમાં જાય છે.

ફિલ્મને મળી રહેલા રિસ્પોન્સથી ખુશ છે અહાન શેટ્ટી

અહાન અને તારાની આ ફિલ્મ તેલુગુ ફિલ્મ આરએક્સ 100ની હિન્દી રીમેક છે. ફિલ્મની કહાની એક ઈન્ટન્સ લવ સ્ટોરી પર આધારિત છે. અહાન અને તારાની જોડી દર્શકોને ખુબ પસંદ આવી છે. ત્યારે અહાન શેટ્ટીના અભિનયની પ્રશંસા પણ દરેક લોકો કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અહાન શેટ્ટી બોલિવુડને એક નવો સુપરસ્ટાર મળ્યો છે. ફિલ્મને મળી રહેલા સારા રિવ્યુના કારણે અહાન શેટ્ટી ખુબ જ ખુશ છે.

સુનિલ શેટ્ટીએ લખી હતી પુત્ર અહાન માટે સ્પેશિયલ પોસ્ટ

આ ફિલ્મની સફળતાથી અહાન સિવાય બીજુ કોઈ ખુશ છે તો તે સુનિલ શેટ્ટી. સુનિલ શેટ્ટી સક્રિય રીતે પુત્ર અહાન શેટ્ટીની ફિલ્મનો પ્રચાર કરી રહ્યા છે. તેમને વ્યક્તિગત રીતે ફિલ્મની પ્રશંસા કરનારા અને અહાનને શુભકામનાઓ આપનારા લોકોને ધન્યવાદ આપ્યો છે. હાલમાં જ સુનિલ શેટ્ટીએ ફિલ્મની રિલિઝ પર ઈન્સ્ટાગ્રામ પર એક સ્પેશિયલ નોટ લખી અને અહાન માટે એક સલાહ આપી હતી.

સુનિલ શેટ્ટીએ લખ્યું- અહાન તમારો પ્રથમ શુક્રવાર, તમારી પ્રથમ ફિલ્મ રિલિઝ થઈ છે. તડપનો સમય આવી ગયો છે અને દરેક બીજા દિવસની જેમ આગળ પણ જશે. પરંતુ એક વાત યાદ રાખો, જો તમે સાચા છો તો લોકો પણ છે. જો તેઓ તમારી ટીકા કરે છે તો તેને હૃદય પર ન લો, તે એક પાઠ છે. વખાણના નશામાં ન બનો.

આ પણ વાંચો: Career Guidance: જો તમને ઈતિહાસ વિષયમાં રસ હોય તો તમે આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકો છો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">