T20 ક્રિકેટમાં જીત બાદ વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ , પત્ની અનુષ્કાને આપ્યો જીતનો શ્રેય, જુઓ-Post

|

Jul 01, 2024 | 10:57 AM

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. ઘણીવાર આ પાવર કપલ સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે. તાજેતરમાં જ વિરાટ કોહલીએ t20માં જીત બાદ સોશિયલ મીડિયામાં પહેલી પોસ્ટ મુકી છે જેમાં તેણે પોતાની જીતનો શ્રેય તેની પત્ની અનુષ્કાને આપતા ખાસ પોસ્ટ શેર કરી છે.

T20 ક્રિકેટમાં જીત બાદ વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ , પત્ની અનુષ્કાને આપ્યો જીતનો શ્રેય, જુઓ-Post
Virat Kohli first post

Follow us on

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એમ જ પાવર કપલ નહીં કહેતા. બંને દરેક ક્ષણે એકબીજાને સપોર્ટ કરતા પણ જોવા મળે છે. તેઓ મુશ્કેલ સમય તેમજ સારા સમય દરમિયાન એકબીજાની સાથે ઊભા રહે છે. બોલિવૂડ અને ક્રિકેટ જગતની આ જોડીની જોરદાર ફેન ફોલોઈંગ છે અને સોશિયલ મીડિયા પર તેની ઘણી વખત ચર્ચા થાય છે. ત્યારે ફરી એકવાર બંને હેડલાઇન્સમાં છે. T20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ વિરાટ કોહલીએ T20માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને હવે જીત બાદ સોશિયલ મીડિયા પર પહેલી પ્રતિક્રિયા આપી છે વિરાટે આ જીતની ક્રેડિટ પોતાની પત્ની અનુષ્કા શર્માને આપી છે.

વિરાટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યો છે. બંનેના હાથમાં શૈમ્પિંગ છે અને બંને ખુશીની ઉજવણી કરતા જોવા મળે છે. આ તસવીરમાં વિરાટ અને અનુષ્કા બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ તસવીરની સાથે વિરાટે અનુષ્કા માટે એક ખાસ પોસ્ટ પણ લખી છે.

વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?
Travel tips : ચોમાસામાં Long Drive પર જતાં પહેલા આ વાતોનું ધ્યાન રાખો
અનંત-રાધિકાની ગરબા નાઈટની સામે આવી તસ્વીરો, થનારી વહુએ પહેરી ગુજરાતી સાડી
મહિલાઓમાં આ કારણે વધી રહ્યું છે સર્વાઇકલ કેન્સરનું જોખમ ! જાણો તેનાથી બચવાની રીત

વિરાટે અનુષ્કા માટે શું લખ્યું?

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. સુંદર તસવીરની સાથે તેણે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે. અનુષ્કાના વખાણ કરતાં વિરાટ કોહલી કહે છે, ‘મારા પ્રેમ, તારા વિના આ બધું શક્ય ન હોત. તમે મને હમ્બલ અને ગ્રાઉન્ડેડ રાખો છો અને હંમેશા તેને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કહો છો. હું તમારો પૂરતો આભાર માની શકતો નથી. આ જીત જેટલી મારી એટલી જ તમારી છે. આભાર અને હું તમને પ્રેમ કરું છું જે તમે છો.

ચાહકો આ કપલના ખુબ વખાણ કરી રહ્યા છે

આ પોસ્ટ જોયા બાદ લોકો કપલના વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, ‘હમણાં જશો નહીં, આ હૃદય હજી ભરાયું નથી’, જ્યારે બીજી વ્યક્તિએ લખ્યું, ‘કિંગ સાથે ક્વિન.’ કોહલીની આ ખાસ પોસ્ટ T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ સામે આવી છે. ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ વિરાટે નિવૃત્તિની પણ જાહેરાત કરી હતી.

Published On - 10:56 am, Mon, 1 July 24

Next Article