સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ બાદ આ અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવશે

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરી રહી છે. ઐશ્વર્યા રાય, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પછી હવે અદિતિ પણ રેડ કાર્પેટ પર પોતાની સુંદરતા દર્શાવતી જોવા મળશે.

સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ બાદ આ અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવશે
Aditi Rao Hydari (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 2:19 PM

બોલીવુડની (Bollywood) લોકપ્રિય અભિનેત્રી અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (Cannes Film Festival) ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેણી લોકપ્રિય વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ Vivo Indiaનું રેડ કાર્પેટ પર પ્રતિનિધિત્વ કરશે. અદિતિ રાવ હૈદરીએ આ અંગે કહ્યું છે કે, “હું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર વોક કરવા માટે અને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બ્રાન્ડ Vivoનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.” આ સમાચાર જાણ્યા બાદ તેના ચાહકો તેને અનેક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અદિતિને લાંબા સમય બાદ આટલી વિશાળ રેડ કાર્પેટ ઇવેન્ટમાં જોવા માટે ચાહકો ખુબ ઉત્સાહિત છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
View this post on Instagram

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

કાન્સમાં ભારતની સુંદરતા અભૂતપૂર્વ રીતે છવાઈ છે

લોકપ્રિય અભિનેત્રી અદિતિ પહેલા બોલિવૂડની મહાન સુંદરીઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે પદાર્પણ કરી ચૂકી છે. જેમાં ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ અને સોનમ કપૂરના નામ એ લિસ્ટમાં સામેલ છે, કે જે દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની હિરોઈનોના લુક્સ હંમેશા હેડલાઈન્સમાં રહે છે. કંગના રનૌતથી લઈને હિના ખાન સુધી તમામ હિરોઈનોએ આ રેડ કાર્પેટની સુંદરતા વધારી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મેથી શરૂ થશે

Vivo India તેની આ પ્રેસેન્ટેડ ઇવેન્ટમાં, આગામી તા.17 મે થી 28 મે, 2022 દરમિયાન યોજાનારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક નવું અભિયાન શરૂ કરશે. જેમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરી આ ઇવેન્ટમાં સ્પોટ થવા જઈ રહી છે. આ અભિયાનનું નામ ‘માય લાઈફ ઈઝ મૂવી’ હશે.

View this post on Instagram

A post shared by India Today (@indiatoday)

આ પણ જાણો

કાન્સ ફિલ્મ ફેસ્ટવલ એ વૈશ્વિક સ્તરે સિનેમાના મહત્વ અને મહાન કલાકારોને રજુ કરવા માટે, તેમની કલાનું સન્માન કરવા માટે દર વર્ષે યોજવામાં આવે છે. વૈશ્વિક સિનેમામાં આ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સેરેમની ગણાય છે. આ સેરેમનીમાં રેડ કાર્પેટ પર શ્રેષ્ઠ કલાકારો દ્વારા કરવામાં આવતું કેટવોક એ હંમેશા પાપારાઝીઓની ફેવરિટ ઇવેન્ટ રહે છે.

અદિતિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

અદિતિ આ દિવસોમાં તેના અંગત જીવનના તેમજ કારકિર્દીના પણ સારા તબક્કામાં છે. અભિનેત્રી હાલમાં, ભલે કોઈ ફિલ્મો ન કરી રહી હોય, પરંતુ તેની પાસે ઘણા બધા એડ શૂટ અને ફોટોશૂટસ ઉપલબ્ધ છે. જેમાં અભિનેત્રી ખૂબ જ વ્યસ્ત રહે છે. અદિતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા અવનવા અપડેટ્સ તેના વફાદાર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">