ઓસ્કર એવોર્ડ વિનર એ.આર.રહેમાનની દીકરી એક ઈવેન્ટમાં બુરખો પહેરીને પહોંચી તો લોકોએ કર્યો ટ્રોલ

ઓસ્કર એવોર્ડ વિનર એ.આર.રહેમાનની દીકરી એક ઈવેન્ટમાં બુરખો પહેરીને પહોંચી તો લોકોએ કર્યો ટ્રોલ

મ્યુઝીશિયન એ.આર.રહેમાન તેમની છોકરી ખાતીજાને એક ઈવેન્ટમાં બુરખા પહેરીને જવા પર વિવાદોમાં ફસાયા છે.

હાલમાં જ ‘સ્લમડોગ મિલિયોનર’ ફિલ્મના 10 વર્ષ પુરા થવા પર એક ઈવેન્ટ કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં તેમની છોકરી બુરખો પહેરીને પહોંચી હતી. ખાતીજાએ તેમના પપ્પા માટે એક ભાવુક સ્પીચ પણ આપી હતી. પણ ખાતીજાને બુરખો પહેરીને જવાથી એ.આર.રહેમાનને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ રહેમાને તેમના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો મુકયો હતો. આ ફોટોમાં રહેમાને જણાવવાની કોશિશ કરી હતી કે ખાતીજાએ બુરખો પહેરવો એ તેની પસંદ છે. પણ આ ફોટોને લઈને રહેમાન ટ્રોલર્સનો નિશાનો બન્યા હતા. ત્યાં ખાતિજાએ તે વિષય પર વાત કરતાં કહ્યું કે હું બુરખો પહેરૂ છું તો એ મારી પસંદ છે. હું પુખ્ત વયની છું, મને ખબર છે કે શું પહેરવું જોઈએ અને શું નહિં.

હવે આ વિવાદ પછી રહેમાને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના ત્રણ બાળકોનો એક ફોટો મુકયો. આ ફોટોમાં ખાતિજા ખુરશી પર બેઠેલી છે. ત્યારે રહિમા અને આમીન તેની સાથે ઉભા છે. આ એક મેગ્જીન માટે ફોટોશુટ હતો. આ ફોટોમાં બધા જ ખુબ સરસ લાગ્તા હતા. આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 16 કલાકમાં આ ફોટોને 3 લાખથી પણ વધારે લાઈકસ મળી ગયા છે.

[yop_poll id=1261]

Click on your DTH Provider to Add TV9 Gujarati