કંગના રનૌત સાથે બ્રેકઅપ બાદ હાલત ખરાબ થઇ હતી અધ્યયન સુમનની, જાણો શું કહ્યું અભિનેતાએ

કંગના રનૌત સાથે બ્રેકઅપ બાદ હાલત ખરાબ થઇ હતી અધ્યયન સુમનની, જાણો શું કહ્યું અભિનેતાએ
Adhyayan Suman talked about breakup with kangana ranaut

ફિલ્મ 'રાજ' દરમિયાન અધ્યાયન સુમન અને કંગના રાણાવત રિલેશનશિપમાં હતા. પરંતુ થોડા સમય પછી બંને અલગ થઈ ગયા. અધ્યાયને તેમના બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 28, 2021 | 11:06 AM

અભિનેતા અધ્યયન સુમન (Adhyayan Suman) અને કંગના રનૌત (Kangana Ranaut) ઘણા વર્ષો પહેલા રિલેશનશિપમાં હતા. બંનેએ ફિલ્મ રાજમાં સાથે કામ કર્યું હતું, જે દરમિયાન તેમના સંબંધો શરૂ થયા હતા. કંગના સાથેના બ્રેકઅપ બાદ હવે પ્રથમ વખત અધ્યયનને મીડિયામાં તેના વિશે ખુલીને વાત કરી છે. તમને જણાવી દઈએ કે અધ્યયને કંગનાનું નામ નથી લીધું. પરંતુ તેણે બ્રેકઅપ પછી કેવી રીતે પોતાની જાતને સંભાળી તેના વિશે વાત કરી છે.

અધ્યયને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેના બ્રેકઅપ વિશે વાત કરી છે. જોકે તેણે કંગનાનું નામ આપ્યું નથી. અધ્યયને જણાવ્યું કે તેમને ફ્લોપ અભિનેતા કહેવામાં આવ્યો હતો અને તેમના વિશે ખોટી રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે મેં આ વિશે વાત કરી કારણ કે તે ઈમોશનલ ક્લોઝર ઈચ્છતો હતો. તેણે પોતાના સંબંધને ટોક્સિક ગણાવ્યો છે.

રિલેશનશિપ વિશે આ વાત કહી

બોલિવૂડ લક્ષી ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં અધ્યયને કહ્યું કે મને લાગે છે કે તે સંબંધમાં ઈમોશનલ ઘણું બધું થયું. તે સમયે યુવાન હોવાથી, ઘણી વસ્તુઓ તેની સાથે લાંબા સમય સુધી રહી. અધ્યયને કહ્યું કે- ઘણા વર્ષો સુધી જે કંઈ પણ વસ્તુઓ બની. તેમાંથી બહાર આવવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. મેં આ બધાથી કેવી રીતે આગળ વધાર્યું? મેં મારી સાથે આવું કેમ થવા દીધું? આ લડાઈ કોઈ વ્યક્તિ સાથે નહીં પણ પોતાની સાથે હોય છે. પછી તમે તમારી જાતને કહેવા લાગો છો કે હું રોકાઈ ગયો હોત કે આવું ના થવા દીધું હોત. મેં મારું જ કેમ ન માન્યું?

શેખર સુમને આગળ વધવામાં મદદ કરી

અધ્યયને કહ્યું છે કે એક સમયે તમારે જીવનમાં આગળ વધવું પડે છે. તેમણે કહ્યું કે પિતા શેખર સુમનનાં શબ્દોએ તેમને બ્રેકઅપમાંથી બહાર આવવામાં મદદ કરી. અધ્યયને કહ્યું કે મારા પિતા મને હંમેશા કહે છે કે કોઈ સારું કે ખરાબ નથી. જ્યારે તમે કોઈની સાથે સંબંધમાં આવો છો, ત્યારે જરૂરી નથી કે તમે એકબીજા માટે જ બન્યા હોવ. પછી તેમની વાતને વિચારીને હું આગળ વધ્યો વિશે વિચારતા, હું જીવનમાં આગળ વધ્યો.

આ પણ વાંચો: અનન્યા પાંડેના ક્યુટ લૂકથી મોહિત થયા ફેન્સ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો અભિનેત્રીએ

આ પણ વાંચો: કાકા ભત્રીજાનો દમદાર અંદાજ જોવા મળ્યો રશિયામાં, જાણો સલમાન ખાનની ફિલ્મના સેટ પર શું કરે છે તેનો ભત્રીજો?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati