Ali Fazal Birthday : 3 ઇડિયટ્સના નાના રોલથી લઇને ગુડ્ડુ ભૈયા સુધી, આ રીતે બદલાય અલી ફઝલની કિસ્મત

Ali Fazal Birthday : 3 ઇડિયટ્સના નાના રોલથી લઇને ગુડ્ડુ ભૈયા સુધી, આ રીતે બદલાય અલી ફઝલની કિસ્મત
Actor Ali Fazal is celebrating his 35th birthday

અલી ફઝલે તાજેતરમાં જ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 2022 માં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રિચા ચઢ્ઢા સાથે લગ્ન કરી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ બંને એપ્રિલમાં લગ્ન કરવાના હતા.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Oct 15, 2021 | 8:57 AM

બોલીવુડ અભિનેતા અલી ફઝલ આજે પોતાનો 35 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 15 ઓક્ટોબર 1986 ના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો. ગુડ્ડુ ભૈયાની ગણતરી આજના ટોચના કલાકારોમાં થાય છે. તેણે પોતાનું સ્કૂલનું શિક્ષણ દહેરાદૂનથી કર્યું અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા. આજે, તેમના જન્મદિવસ પ્રસંગે, તેમની ફિલ્મી કારકિર્દી સાથે જોડાયેલી મુખ્ય બાબતો જાણો.

અલી ફઝલે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. એકવાર તે એક સ્ટેજ શોમાં પરફોર્મ કરી રહ્યો હતો, જ્યારે ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ તેની નોંધ લીધી અને તેણે 3 ઇડિયટ્સ માટે સાઇન કર્યો. અલીએ ફિલ્મમાં નાનો રોલ કર્યો પરંતુ તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

આ પછી અલી ફઝલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેમના કામને ફિલ્મ ‘ફુકરે’ થી ઓળખ મળી. પ્રેક્ષકો તરફથી તેને ઘણો પ્રેમ મળ્યો. પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સિરીઝ ‘મિરઝાપુર’માં ગુડ્ડુ ભૈયાનું પાત્ર તેને સફળતાના એક અલગ સ્તર પર લઈ ગયું.

બોલીવુડમાં અભિનયની શરૂઆત કર્યા બાદ અલી ફઝલ હવે હોલીવુડમાં પોતાનો જાદુ વિખેરતો જોવા મળશે. તે જોની વોકરની બેસ્ટ સેલર નવલકથા કોડનામ પર આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ ફિલ્મનું લેખન 2015 થી ચાલી રહ્યું છે.

અલી ફઝલે તાજેતરમાં જ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 2022 માં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રિચા ચઢ્ઢા સાથે લગ્ન કરી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ બંને એપ્રિલમાં લગ્ન કરવાના હતા. પરંતુ કોરોનાને કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા. રિચા અને અલી પહેલીવાર ‘ફુકરે’ના સેટ પર મળ્યા હતા. આ પછી બંને મિત્રો બન્યા અને બાદમાં પ્રેમ થયો. એક ઇન્ટરવ્યુમાં અલીએ કહ્યું હતું કે, “મને ક્યારેય શૂટિંગ કે કામમાંથી રજા લીધા હોવાનું યાદ નથી. પરંતુ રિચા મારા જીવનમાં આવ્યા પછી, મેં મારી જાતને સમય આપવાનું શરૂ કર્યું. અમે વેકેશનમાં સમય પસાર કર્યો છે. જેના કારણે હવે હું સંપૂર્ણપણે બદલાઈ ગયો છું. હું તેનો ચાહક રહ્યો છું અને તેને મારા જીવનમાં મેળવવાનો આનંદદાયક અનુભવ છે. ”

આ પણ વાંચો –

Shocking: ગાયક રાહુલ જૈન વિરુધ્ધ કરી મહિલાએ FIR, બે વાર કરાવ્યો ગર્ભપાત, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો –

ITR Refund : આવકવેરા વિભાગે 11 ઓક્ટોબર સુધી કરદાતાઓને 84,781 કરોડ રૂપિયા રિફંડ આપ્યું

આ પણ વાંચો –

Health Tips : ડેન્ગ્યુથી કમળા સુધી, ગિલોય છે આ રોગો માટે ફાયદાકારક, જાણો ઉપયોગ કરવાની રીત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati