ડ્ર્ગ્સ કેસમાં, એકટર દિલીપ તાહિલના દિકરા ધ્રુવની ધરપકડ, વોટ્સએપ ચેટના આધારે પકડાયો

મુજ્જમિલ અને ધ્રુવની વચ્ચે થયેલી વોટ્સએપ ચેટમાં કોન્ટ્રાબૈંડને લઈને ખુલાસો થયો છે. જેમાં ધ્રુવ તાહિલ ( Dhruv Tahil ) અને મુજ્જમિલ પાસે કોન્ટ્રાબૈંડ સહીત અન્ય ડ્રગ્સની કેટલીય વાર માંગણી કરી હતી.

ડ્ર્ગ્સ કેસમાં, એકટર દિલીપ તાહિલના દિકરા ધ્રુવની ધરપકડ, વોટ્સએપ ચેટના આધારે પકડાયો
ડ્ર્ગ્સ કેસમાં, એકટર દિલીપ તાહિલના દિકરા ધ્રુવની ધરપકડ

બોલિવુડના જાણીતા કલાકાર દિલીપ તાહિલના દિકરા ઘ્રુવ તાહિલને ( Dhruv Tahil ) ડ્રગ્સ કેસમાં પકડવામાં આવ્યો છે. ઘ્રુવ ઉપર ડ્રગ્સ ખરીદવા અને ડ્રગ્સની લે વેચ કરવાના કેસના આરોપી મુજ્જમિલ અબ્દુલ રહેમાન શેખને રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. બન્ને વચ્ચે ડ્રગ્સને લઈને થયેલાી વોટ્સએપ ચેટના આધારે ખુલાસો થયો છે.

આ મામલે પોલીસે સૌથી પહેલા મુજ્જમિલ અબ્દુલ રહેમાન શેખ પકડ્યો. તેની પાસેથી 35 ગ્રામ મેફેડ્રેન (MD) ડ્રગ્સ મળી આવ્યુ હતું. મુજ્જમિલનો મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યો છે. જેમાથી ધ્રુવ તાહિલ અને તેની વચ્ચે થયેલી વાતચીત સામે આવી છે.

મુજ્જમિલ અને ધ્રુવની વચ્ચે વોટ્સએપ ચેટમાં કોન્ટ્રાબેંડને લઈને પણ વાતચીત થઈ હતી. જેમાં ઘ્રુવ મુજ્જમિલ પાસે, કોન્ટ્રાબેંડ સહીત અન્ય ડ્રગ્સ કેટલીય વાર મંગાવ્યુ છે. એન્ટી નારકોટીક્સ સેલ બાન્દ્રા યુનિટે, ધ્રુવ તાહિલ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રુવ તાહિલ ઉપર ડ્રગ્સ મંગાવવા ઉપરાંત ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી મુજ્જમિલના બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં છ વાર પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યાની વિગતો પણ સામે આવી છે. 2019થી લઈને 2021ના માર્ચ મહિના સુધીના સમયગાળા દરમિયાન બન્ને એકબીજાના સંપર્કમાં હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

મુજ્જમિલ અને ધ્રુવની વચ્ચે થયેલી વોટ્સએપ ચેટમાં કોન્ટ્રાબૈંડને લઈને ખુલાસો થયો છે. જેમાં ધ્રુવ તાહિલ અને મુજ્જમિલ પાસે કોન્ટ્રાબૈંડ સહીત અન્ય ડ્રગ્સની કેટલીય વાર માંગણી કરી હતી. ઘ્રુવ તાહિલની પુછપરછમાં હજુ વધુ ચોકાવનારા ખુલાસા થવાની સંભાવના એન્ટી નારકોટીક્સ સેલના અધિકારીઓનું માનવુ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati