શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં થશે આ દિગ્ગજ કલાકારની એન્ટ્રી, નામ જાણીને ચોક્કસ થિયેટર સુધી દોડી જશો

લાંબા સમયથી બોલીવૂડની બહુચર્ચિત ફિલ્મ પઠાણમાં એક દિગ્ગજ કલાકારની એન્ટ્રી થઇ છે. જી હા જૂના અને ખુબ ચર્ચિત આ અભિનેતાનું નામ જાણીને તમને પણ આનદ થશે.

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં થશે આ દિગ્ગજ કલાકારની એન્ટ્રી, નામ જાણીને ચોક્કસ થિયેટર સુધી દોડી જશો
Actor Ashutosh Rana to play role in Shah Rukh Khan and Deepika Padukone starrer film Pathan

લાંબા સમયથી બોલીવૂડની બહુચર્ચિત ફિલ્મ પઠાણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરુખ ખાન (shah rukh khan) અને દીપિકા પાદુકોણ (deepika padukone) ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે એક દિગ્ગજ એક્ટરની એન્ટ્રી ફિક્સ થઇ ગઇ છે.

પઠાણમાં નવા એક્ટરની એન્ટ્રી

શાહરૂખ અને દીપિકા જ્યારે ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે ફેમસ એક્ટર આશુતોષ રાણાની એન્ટ્રી ફિલ્મ પઠાણમાં ફિક્સ થઇ ગઇ છે. આશુતોષ રાણા હિન્દી સાહિત્ય જગત સાથે પણ જોડાયેલા છે અને હાલમાં જ તેમની ફિલ્મ હંગામા 2 OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. જેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

Actor Ashutosh Rana to play role in Shah Rukh Khan and Deepika Padukone starrer film Pathan

Actor Ashutosh Rana

આ પાત્ર નિભાવશે આશુતોષ રાણા

રિપોર્ટનું જો માનીએ તો આશુતોષ રાણા(ashutosh rana) ફિલ્મમાં રૉના સંયુક્ત સચિવનું પાત્ર ભજવતા જોવા મળશે. આદિત્ય ચોપરા (aditya chopra) અને સિદ્ધાર્થ આનંદ(sidharth anand)ને રાણાને આ ફિલ્મમાં લેવાનો વિચાર તેમની ફિલ્મ વૉરથી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આશુતોષે ડિમ્પલ સાથે મુંબઇના યશરાજ સ્ટુડિયોમાં ફિલ્મની શૂટિંગ શરૂ પણ કરી દીધી છે.

આ એક્ટર્સ પણ જોવા મળશે

ફિલ્મ પઠાણમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સિવાય આશુતોષ રાણા, ડિમ્પલ કાપડિયા (dimple kapadia) અને જ્હોન અબ્રાહમ (john abraham) પણ નજર આવશે. પહેલીવાર આ પ્રકારનો સંયોગ યોજાયો છે જ્યારે શાહરુખ ખાનની ફિલ્મમાં એકસાથે આટલા કો એક્ટર કામ કરી રહ્યાં છે. ફિલ્મની શૂટિંગ લૉકડાઉન દરમિયાન જ થઇ ગઇ હતી પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મનું બાકી રહેલુ શૂટિંગ હવે કરવામાં આવશે. કાસ્ટ એન્ડ ક્રુ પણ ઇચ્છે છે કે આ શૂટિંગ જલ્દી જ પૂર્ણ થાય.

સલમાનની ધમાકેદાર એન્ટ્રી

આ ફિલ્મમાં સલમાન ખાનનો (salman khan) પણ એક શાનદાર કેમિયો જોવા મળશે. પઠાણ ફિલ્મમાં બોલીવૂડના દબંગ ખાન સલમાનની એન્ટ્રી જોવા પણ ફેન્સ બેતાબ બન્યા છે. શાહરુખ ખાન 3 વર્ષ બાદ બોલીવૂડની કોઇ ફિલ્મથી વાપસી કરવા જઇ રહ્યાં છે. 2018માં એક્ટરની ફિલ્મ ઝીરો રિલીઝ થઇ હતી જેમાં અનુશ્કા શર્મા (anushka sharma) અને કેટરિના કેફ(katrina kaif) લીડ રોલમાં નજર આવ્યા હતા.

 

આ પણ વાંચો: બોલીવૂડની આ TOP 7 હિરોઈનોએ મૂકી સાઉથ તરફ દોટ, જાણો કોણ, કઈ ફિલ્મમાં આવશે કોની સાથે?

આ પણ વાંચો: મેકઅપ આર્ટિસ્ટનો કમાલ: ઈન્દિરા ગાંધીના લુકમાં આ છે મિસ યુનિવર્સ હિરોઈન, નામ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati