અભિષેક બચ્ચને કર્યો ખુલાસો, રણબીર કપૂર પર નજર રાખવા માટે ઋષિ કપૂર કરતા હતા આ કામ

અભિષેકે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ઋષિ કપૂર વિશે વાત કરતા જણાવ્યું છે કે કેવી રીતી ઋષિ કપૂર રણબીર પર નજર રાખતા હતા.

  • tv9 webdesk37
  • Published On - 15:31 PM, 14 Apr 2021
અભિષેક બચ્ચને કર્યો ખુલાસો, રણબીર કપૂર પર નજર રાખવા માટે ઋષિ કપૂર કરતા હતા આ કામ
પ્રતિકાત્મક તસ્વીર

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. આલિયા ભટ્ટ સાથેના તેના સંબંધોની ચર્ચાઓ દરેક જગ્યાએ છે. આ સિવાય તે બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પણ કરી રહ્યો છે. ગયા વર્ષે રણબીરના પિતા ઋષિ કપૂરનું અવસાન થયું હતું. ઋષિ કપૂરના અચાનક અવસાનથી સમગ્ર બોલિવૂડમાં હલચલ મચી ગઈ હતી. રણબીર કપૂર પર પણ તેની ઘણી અસર થઇ હતી. તે પણ દુખમાં સરી પડ્યો હતો.

અભિષેક બચ્ચને હવે ઋષિ કપૂરના જીવનને લગતી એક રોચક વાત શેર કરી છે. અભિષેક બચ્ચને કહ્યું કે ઋષિ તેમના પુત્ર રણબીર કપૂરના જીવન વિશે જાણવા માટે ગોસિપ વેબસાઇટ્સ વાંચતા હતા. અભિષેકે દિલ્હી અને ઓલ ઇઝ વેલ જેવી ફિલ્મોમાં ઋષિ સાથે કામ કર્યું છે. અભિષેકે કહ્યું, ‘હું એકવાર રૂમમાં ગયો હતો અને તે લુંગીમાં બેઠા હતા, તેમણે નાના ચશ્મા પહેરેલા હતા અને કમ્પ્યુટર તરફ જોઈ રહ્યા હતા. પાછળથી તેમને જોતા આ દ્રશ્ય મને ખુબ ક્યુટ લાગ્યું હતું.

અભિષેકે વધુમાં કહ્યું, ‘મને જાણવા મળ્યું કે તેઓ સેલિબ્રિટી ગપસપ વેબસાઇટ વાંચી રહ્યા હતા. તેમણે કહ્યું કે રણબીરના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે મારી પાસે એક જ વસ્તુ છે. આ જાણીને હું એકદમ ચોંકી ગયો, કે આ વ્યક્તિના જીવનમાં કોઈ ફિલ્ટર નથી. તે ખુલીને બધું બોલી દે છે.

નોંધનીય છે કે રણબીર કપૂરે ઘણા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે પિતા ઋષિ કપૂરને બદલે તેની માતા નીતુ કપૂરની વધુ નજીક છે. તેણે કહ્યું કે તેમના પિતા સાથે એવા જ સંબંધ હતા જેતા ઋષિના તેમના પિતા સાથે હતા, એટલે કે લિજેન્ડ ડિરેક્ટર રાજ કપૂર સાથે હતા.

જાહેર છે કે ચોકલેટી બોય રણબીર કપૂર તેના ઘણા અંગત સંબંધોને લઈને ચર્ચામાં રહ્યો છે. ત્યારે અભિષેકની આ વાત ખુબ રોચક છે કે ઋષિ કપૂર દીકરા રણબીરના જીવનમાં શું ચાલે છે તે જાણવા માટે વેબસાઈટની મુલાકાત લેતા હતા.

 

આ પણ વાંચો: અખિલેશનું હરિદ્વારમાં હાર પહેરાવી સ્વાગત કરનાર મહંત હતા કોરોના પોઝિટિવ, અખિલેશ પણ હવે થયા પોઝિટિવ

આ પણ વાંચો: ચોંકાવનારો ખુલાસો: આળસ એ ખરેખર કબર છે! કોરોનામાં આળસુ લોકોના મોતની સંભાવના વધુ