આયુષ શર્માએ સ્ટ્રગલના દિવસોને કર્યા યાદ, રણબીર અને દિપીકાની આ ફિલ્મમાં હતો બૈકગ્રાઉન્ડ ડાન્સર

|

Dec 05, 2021 | 12:39 PM

આયુષે 2018માં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા અને તે જ વર્ષે 'લવ યાત્રી' માટે શૂટિંગ શરૂ કર્યું. વિવેચકોએ આ ફિલ્મની પ્રશંસા કરી હતી પરંતુ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

આયુષ શર્માએ સ્ટ્રગલના દિવસોને કર્યા યાદ, રણબીર અને દિપીકાની આ ફિલ્મમાં હતો બૈકગ્રાઉન્ડ ડાન્સર
Aayush Sharma

Follow us on

બોલિવૂડ એક્ટર આયુષ શર્માની (Bollywood Actor Ayush Sharma) ફિલ્મ ‘અંતિમ ધ ફાઈનલ ટ્રુથ’ (Antim The Final Truth) તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આયુષ વિલનની ભૂમિકામાં હતો. વિવેચકોથી લઈને દર્શકોએ આયુષના અભિનયના વખાણ કર્યા હતા. અભિનેતાએ કહ્યું કે સલમાન ખાનને (Salman Khan) મળતા પહેલા મેં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા નાના મોટા કામો કર્યા છે. 

અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે તે કોલેજમાં જુનિયર કલાકારોની ભૂમિકાઓ તેમજ કમર્શિયલ, ટીવી શો અને બોલિવૂડ ફિલ્મો માટે ઓડિશન આપતો હતો.

તેણે કહ્યું કે મેં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ રિલીઝ થયાને આઠ વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આદિત્ય રોય કપૂર, દીપિકા પાદુકોણ અને કલ્કી કોચલીન મુખ્ય ભૂમિકામાં હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મને ખબર પડી કે મહેબૂબ સ્ટુડિયોમાં ‘યે જવાની હૈ દુનિયા’નું શૂટિંગ ચાલી રહ્યું છે. મેં મારા મિત્રને ફોન કર્યો અને મને બેકગ્રાઉન્ડમાં કામ આપવા કહ્યું. મેં તેને કહ્યું કે જો હું બેકગ્રાઉન્ડમાં કામ કરીશ તો મને શૂટિંગ કેવી રીતે થાય છે તે શીખવાની તક મળશે. મેં પહેલીવાર રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને મારી સામે એકસાથે પર્ફોર્મ કરતા જોયા અને શૂટ કેવી રીતે થાય છે તે જોયું. મેં મહેબૂબ સ્ટુડિયો પણ પહેલીવાર જોયો હતો.

આયુષે 2018માં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા અને તે જ વર્ષે ‘લવ યાત્રી’ માટે શૂટિંગ શરૂ કર્યું. વિવેચકોએ આ ફિલ્મની પ્રશંસા કરી હતી પરંતુ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. અભિનેતાએ ‘અંતિમ ધ ફાઈનલ ટ્રુથ’થી પુનરાગમન કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે 5.03 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 6.03 કરોડ અને ત્રીજા દિવસે 7.55 કરોડ રૂપિયા અને અઠવાડિયાના છેલ્લા દિવસે બોક્સ ઓફિસ પર 29.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં આયુષ સાથે મહિમા મકવાણા છે. ‘અંતિમ’ને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સલમાન ખાનના બેનર હેઠળ બની હતી.

આ પણ વાંચો –

સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !

આ પણ વાંચો –

Crime : 1100 કરોડ જેવી અધધધ રકમ ચીન મોકલવા માત્ર 9 લાખમાં વેંચાયો CA, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો –

Volcano Eruption: ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા તબાહીના દ્રશ્યો સર્જાયા, 13 ના મોત અને 98 લોકો ઘાયલ

Next Article