આર્યન ખાનને શરતી જામીન, બોમ્બે હાઈકોર્ટ એક લાખના વ્યક્તિગત બોન્ડ અને આ શરતોને આધારે આપ્યા છે જામીન

|

Oct 29, 2021 | 6:27 PM

આર્યન ખાનને મુંબઈ ડ્રગ્સ કેસમાં ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આ સાથે જામીનના આદેશમાં કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે.

આર્યન ખાનને શરતી જામીન, બોમ્બે હાઈકોર્ટ એક લાખના વ્યક્તિગત બોન્ડ અને આ શરતોને આધારે આપ્યા છે જામીન
Aryan Khan (File Photo)

Follow us on

Aryan Khan Bail : મુંબઈ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને રાહત મળી છે, ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના કેટલીક શરતોના આધારે જામીન મંજુર કર્યા હતા. જે મુજબ આર્યનને પોતાની હાજરી નોંધાવવા દર શુક્રવારે NCB મુંબઈ ઓફિસમાં હાજર થવું પડશે. ઉપરાંત, તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં.

આર્યન ખાનના જામીનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેણે એક અથવા વધુ જામીન સાથે 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ રજૂ કરવાના રહેશે. જામીનના આદેશ અનુસાર, આર્યનને દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે એનસીબી મુંબઈ ઓફિસમાં (NCB Mumbai Office) હાજર રહેવું પડશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આર્યન ખાનને શરતી જામીન

1) 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ આપવામાં આવ્યા
2) પરવાનગી વિના દેશ છોડી શકશે નહિ
3) IOની પરવાનગી વિના મુંબઈ પણ છોડી શકશે નહિ
4) એક અથવા વધુ જામીન આપવામાં આવે
5) કેસ વિશે મીડિયાને કોઈ નિવેદન ન આપવામાં આવે
6) દર શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં હાજરી આપવાની રહેશે
7) તમામ તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે
8) જ્યારે બોલાવવામાં આવે ત્યારે NCB ઓફિસ હાજર થવાનુ રહેશે
9) ટ્રાયલમાં વિલંબ કરવો નહિ
10) સમાન (ડ્રગ્સ) પ્રવૃત્તિઓથી દુર રહેશે

તેના સહ-આરોપી સાથે સંપર્કમાં રહેવા પર પ્રતિબંધ

આ સાથે તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકે નહીં. આ સાથે જ તેને પોતાનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટ (NDPS Special Court) સમક્ષ સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટના આદેશ અનુસાર આર્યન ખાનને તેના સહ-આરોપી સાથે સંપર્ક કરવા પર પણ રોક લગાવવામાં આવશે. જામીન મળ્યા બાદ પણ આર્યન જેલમાં છે.

 

આ પણ વાંચો: ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં કાશિફ ખાનને લઈને વિવાદ વણસ્યો, નવાબ મલિકે વાનખેડે પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સાઈલને NCBનું તેડુ, સાઈલ હાજર ન થતા NCBએ મુંબઈ પોલીસ કમિશનરને લખ્યો પત્ર

Published On - 6:23 pm, Fri, 29 October 21

Next Article