ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સાઈલને NCBનું તેડુ, સાઈલ હાજર ન થતા NCBએ મુંબઈ પોલીસ કમિશનરને લખ્યો પત્ર

ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સાઈલને NCBનું તેડુ, સાઈલ હાજર ન થતા NCBએ મુંબઈ પોલીસ કમિશનરને લખ્યો પત્ર
Mumbai Cruise Drugs Case

NCB વિજિલન્સ ટીમે ગુરુવારે પ્રભાકર સાઈલને હાજર થવા જણાવ્યું હતું, પરંતુ તેના સરનામા અને ફોન કોલ દ્વારા કોઈ વાતચીત થઈ શકી ન હતી. આ કારણોસર એનસીબીએ પોલીસનો સંપર્ક કર્યો છે અને તેમને આજે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Oct 29, 2021 | 3:04 PM

Mumbai Cruise Drugs Case: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCBની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ સાક્ષી પ્રભાકર સાઈલને શુક્રવારે હાજર થવા જણાવ્યું છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે ગુરુવારે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને પોલીસને SIT સમક્ષ હાજર થવા માટે સાઈલને જાણ કરવા જણાવ્યું હતું. NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) અને અન્ય વ્યક્તિ સામે ખંડણીના આરોપોની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે સાઈલનું નિવેદન નોંધીને તપાસ તેજ કરી છે.

NCB ટીમે સાઇલને (Prabhakar Sail) ગુરુવારે હાજર થવાનું કહ્યું હતું પરંતુ તેના સરનામા અને ફોન દ્વારા કોઈ વાતચીત ન થવાના કારણે ટીમે પોલીસ દ્વારા સાઈલને ચિઠ્ઠી મોકલવામાં આવી હતી.

મુંબઈ પોલીસે પ્રભાકરનું નિવેદન નોંધ્યું

તમને જણાવી દઈએ કે, NCB બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા પણ પ્રભાકર સાઈલનુ નિવેદન નોંધવામાં આવ્યુ છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલે અધિકારી સમીર વાનખેડે અને અન્ય વ્યક્તિ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે, ત્યારે મુંબઈ પોલીસે સાક્ષીનું નિવેદન નોંધીને તપાસ શરૂ કરી છે.

મુંબઈ પોલીસે બે દિવસમાં બે વખત પ્રભાકરનું નિવેદન પણ નોંધ્યું છે. હવે પોલીસ આ કેસમાં કેટલીક જગ્યાઓના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કરી રહી છે. જેનો ઉલ્લેખ સાઇલે તેના સોગંદનામામાં કર્યો હતો. મુંબઈ પોલીસે માહિતી આપી છે કે તેમને વાનખેડે અને NCB અધિકારીઓ (NCB Officer) સામે ખંડણીની ચાર અરજીઓ મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને રાહત મળી

26 દિવસની કસ્ટડી બાદ બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા છે. જોકે, કોર્ટ આ મામલે 29 ઓક્ટોબરે આદેશ જારી કરશે. તમને જણાવી દઈએ કે, આદેશ જારી થયા બાદ જ, આર્યન ખાન જેલમાંથી મુક્ત થશે.

આ પણ વાંચો: સમીર વાનખેડેના ધર્મને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ ? જાણો TV9 સાથેની વાતચીતમાં તેમના પરિવારે શું કહ્યુ……

આ પણ વાંચો: “પિક્ચર અભી બાકી હૈ”, ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ નવાબ મલિકનો વાનખેડે પર વાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati