Ullu ટીવીના CEO વિભુ અગ્રવાલ સામે કેસ દાખલ, મહિલાએ જાતીય શોષણનો લગાવ્યો આરોપ
મુંબઈ પોલીસે નિર્માતા વિભુ અગ્રવાલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એક મહિલાએ નિર્માતા પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. જે બાદ પોલીસે IPC ની કલમ 354 હેઠળ કેસ નોંધ્યો છે.
બોલીવુડ ફિલ્મ નિર્માતા વિભુ અગ્રવાલ (Vibhu Agarwal) મુશ્કેલીમાં ભરાતો હોય એવું લાગી રહ્યું છે. હકીકતમાં, મુંબઈ પોલીસે (Mumbai Police) તાજેતરમાં વિભુ અગ્રવાલ સામે કેસ નોંધ્યો છે. આ નિર્માતા પર એક મહિલા દ્વારા જાતીય શોષણનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આઈપીસીની કલમ 354 હેઠળ કેસ નોંધ્યો છે.
વિભુ અગ્રવાલની પ્રોડક્શન કંપનીનું નામ ઉલ્લુ (Ullu Tv) ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ છે. એડલ્ટ કન્ટેન્ટ પીરસવા માટે આ કંપની ખૂબ પ્રખ્યાત થઇ ચૂકી છે. આવી સ્થિતિમાં એક મહિલાએ વિભુ અગ્રવાલ અને તેની કંપનીના કન્ટ્રી હેડ અંજલી રૈના સામે જાતીય શોષણનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો છે.
કેસ નોંધાયો
અહેવાલ અનુસાર, આ કેસમાં વિભુ અગ્રવાલની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે, ધરપકડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. તેથી અમે આના પર કોઈપણ પ્રકારની પુષ્ટિ કરી રહ્યા નથી. પરંતુ મુંબઈ પોલીસે ગંભીર કલમ હેઠળ કેસ નોંધ્યો છે. તે સ્પષ્ટ છે કે વિધુની મુશ્કેલીઓ પણ આનાથી ઘણી વધી જશે.
Maharashtra | Police have registered a case against Vibhu Agrawal, the CEO of film production company Ullu Digital Pvt Ltd for allegedly sexually harassing a woman, under Section 354 of IPC in Mumbai. Anjali Raina, the company's country head has also been booked: Mumbai Police
— ANI (@ANI) August 5, 2021
જાતીય શોષણના આરોપ
તે જ સમયે અન્ય એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસે આ સમગ્ર કેસ પર કહ્યું છે કે આઈપીસીની કલમ 354 હેઠળ ઉલ્લુ ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ વિભુ અગ્રવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર એક મહિલાનું જાતીય શોષણ કર્યાના આરોપ છે. વિભુ અગ્રવાલની સાથે મહિલાએ તેની કંપનીની કન્ટ્રી હેડ અંજલી રૈના સામે પણ ફરિયાદ નોંધાવી છે.
તમને જણાવી દઈએ કે 2013 માં વિભુ અગ્રવાલે બોલિવૂડ ફિલ્મ ‘બાત બન ગયી’ નું નિર્માણ કર્યું હતું. આ પછી તેણે 2018 માં ઉલ્લુ એપ લોન્ચ કરી. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, ભોજપુરી, બંગાળી, પંજાબી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને ગુજરાતી ભાષાઓમાં આ એપ પર કન્ટેન્ટ પીરસવામાં આવે છે.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચને ફેસબુક પર એવું કંઈક લખ્યું કે એક યુઝરે કહ્યું – ‘અરે, અમે કંટાળી ગયા છીએ આ માણસથી’
આ પણ વાંચો: Breaking: રાજ કુન્દ્રા કેસમાં શર્લિન ચોપરાને મળ્યું સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ