83 New Release Date : રણવીર-દીપિકાના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થઈ શકે છે ફિલ્મ 83

OTT આ ફિલ્મ માટે એટલા પૈસા આપી શકશે નહીં, કે જેથી નિર્માતાઓ નફો કરી શકે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તે માત્ર સુપરહિટ જ નહીં પણ મેકર્સને કરોડોનો નફો પણ આપશે.

83 New Release Date : રણવીર-દીપિકાના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થઈ શકે છે ફિલ્મ 83
Ranveer Singh - Deepika Padukone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:53 PM

દરેકની નજર બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 83 પર છે. આ ફિલ્મ અગાઉ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસે આ ફિલ્મની રિલીઝ પર પણ બ્રેક લગાવી દીધી હતી. ફિલ્મ બનીને તૈયાર છે, માત્ર તેની રિલીઝની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ ફરી એકવાર આ ફિલ્મની રિલીઝ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે.

ક્રિસમસ પર ’83’ આવી શકે છે

એક અહેવાલ અનુસાર, રણવીર સિંહ અને દીપિકા પદુકોણ (Deepika Padukone) અભિનીત ફિલ્મને નિર્માતાઓ હવે ડિસેમ્બરમાં ક્રિસમસની આસપાસ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે આ બાબતે ફિલ્મ નિર્માતા, એક્ટર્સ અથવા ટીમ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જો આ ફિલ્મ ડિસેમ્બરમાં આવે છે, તો તે ચાહકો માટે મોટી ખુશખબર હશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નિર્માતાઓએ ઓટીટીની ઓફર ઠુકરાવી દીધી છે

સતત રિલિઝ ડેટ કેન્સલ થવાની ચર્ચા થઈ હતી કે રણવીરની ફિલ્મ 83 ને OTT પ્લેટફોર્મ પરથી ઓફર મળી હતી, પરંતુ મેકર્સે તેને ઠુકરાવી દીધી હતી. ફિલ્મ બનાવવામાં કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે, નિર્માતાઓ માને છે કે OTT આ ફિલ્મ માટે આટલા પૈસા આપી શકશે નહીં, કે જેથી નિર્માતાઓ નફો કરી શકે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તે માત્ર સુપરહિટ જ નહીં પણ મેકર્સને કરોડોનો નફો પણ આપશે.

કપિલ દેવના રોલમાં જોવા મળશે રણવીર

ફિલ્મમાં રણવીર ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) ની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પદુકોણ કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે. લગ્ન બાદ આ પ્રથમ વખત હશે જ્યારે રણવીર સિંહ અને દીપિકા પદુકોણ એક સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

આ સિવાય ફિલ્મમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ વર્ષ 1983 માં જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે. ક્રિકેટ અને ગ્લેમર વચ્ચેનો સંબંધ પણ ઘણો જૂનો છે. ફિલ્મ દ્વારા વિશ્વભરમાં દેશનું નામ રોશન કરનારી કિંમતી પળોને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ’83’ 3D માં પણ રિલીઝ થશે. દર્શકોને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે કે દર્શકોએ આ ફિલ્મની રાહ જોવી પડશે.

આ પણ વાંચો :- Birthday Special : 44 વર્ષની થઈ ગૌરી પ્રધાન, જાણો કયાં થઈ હતી હિતેન તેજવાની સાથે પ્રથમ મુલાકાત

આ પણ વાંચો :- Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">