અભિનેતા પૂરબ કોહલી અને તેમના પરિવારને થયો કોરોના, ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ખુલાસો
અભિનેતા પુરબ કોહલી તેમના પત્ની લ્યુસી, પુત્રી ઇનાયા અને પુત્ર ઓસિઆનને કોરોના વાઇરસ COVID-19 પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અભિનેતા પુરબ કોહલી આ દિવસોમાં લંડનમાં છે. તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે જનરલ ફિઝિશિયને તેમને અને તેમના પરિવારના લક્ષણો જોયા પછી તમામ સદસ્યને કોરોના પોઝિટિવ ગણાવ્યા હતા. Web Stories View more IPL 2024 […]
અભિનેતા પુરબ કોહલી તેમના પત્ની લ્યુસી, પુત્રી ઇનાયા અને પુત્ર ઓસિઆનને કોરોના વાઇરસ COVID-19 પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અભિનેતા પુરબ કોહલી આ દિવસોમાં લંડનમાં છે. તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે જનરલ ફિઝિશિયને તેમને અને તેમના પરિવારના લક્ષણો જોયા પછી તમામ સદસ્યને કોરોના પોઝિટિવ ગણાવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પુરબ કોહલીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ખુલાસો
આ પણ વાંચો : સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાઈરસથી વધુ એક દર્દીનું મોત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મુકેલી એક પોસ્ટમાં પુરબએ લખ્યું, “મિત્રો, અમને હમણાં જ ફ્લૂ આવ્યો છે અને અમારા લક્ષણો વિશે અમારા જી.પી. કહે છે કે અમે કોવિડ 19ની સંક્રમિત છીએ. ખૂબ જ વધારે ઉધરસ અને શ્વાસની સમસ્યા સાથે નિયમિત ફ્લૂ જેવું હતું. સૌપ્રથમ દિકરી ઈનાયા સંક્રમીત થઈ હતી. તેને ઉધરસ અને બે દિવસ માટે શરદી થઈ હતી. પછી લ્યુસીમાં પણ આવા જ ગંભીર લક્ષણો દેખાયા. મને અને મારા દીકરા ઓસિઆનમાં પણ આવા લક્ષણો સામે આવ્યા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ એક ભયાનક અનુભવ હતો. આ બળતરા ઉધરસ 3 દિવસ માટે થઈ ગઈ. અમને ત્રણને માત્ર હળવો 100-101 તાવ અને થાક હતો પણ ઓસીયનને 3 રાત સુધી 104 તાવ આવ્યો હતો. સાથે સાથે વહેતું નાક અને થોડી ઉધરસ હતી પણ હવે પાંચ દિવસ વીતતા તેનો તાવ ગાયબ થઈ ગયો છે અને અમે ચારેય એકદમ સ્વસ્થ છીએ. પુરબ કોહલીએ ફરહાન અખ્તરની ફિલ્મ રોક ઓન સાથે વાસ્તુ શાસ્ત્ર, માય બ્રદર નીખીલ, બસ એક પલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]