AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mike Tyson Birthday: ‘લાઈગર’ની ટીમે ઉજવ્યો બોક્સર માઈક ટાયસનનો જન્મદિવસ, વિજય દેવેરાકોંડાએ શુભેચ્છા પાઠવતાં લખ્યું- તમને મળવાનું સપનામાં પણ વિચાર્યુ નહોતું

Vijay Deverakonda Wishes Mike Tyson: માઈક ટાયસનના જન્મદિવસ પર વિજય દેવરાકોંડાએ આ ખૂબ જ ભાવનાત્મક સંદેશ લખ્યો છે. માઈક ટાયસન ફિલ્મ 'લાઈગર'થી ભારતીય સિનેમામાં પગ મુકવા જઈ રહ્યા છે.

Mike Tyson Birthday: 'લાઈગર'ની ટીમે ઉજવ્યો બોક્સર માઈક ટાયસનનો જન્મદિવસ, વિજય દેવેરાકોંડાએ શુભેચ્છા પાઠવતાં લખ્યું- તમને મળવાનું સપનામાં પણ વિચાર્યુ નહોતું
Mike Tyson and Vij Deverakonda
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 9:50 PM
Share

Vijay Deverakonda Video For Mike Tyson: અમેરિકાના પ્રખ્યાત બોક્સર માઈક ટાયસન આજે 30 જૂને પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર કરણ જોહર, અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડાથી લઈને ફિલ્મ ‘લાઈગર’ની (Liger) આખી ટીમે તેમને એક ખાસ વીડિયો દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રસપ્રદ વાત એ છે કે માઈક ટાયસન ફિલ્મ ‘લાઈગર’થી ભારતીય સિનેમામાં પગ મુકવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેનો કેમિયો રોલ જોવા મળશે. આ વીડિયોમાં માઈક ટાયસન ફિલ્મની ટીમ સાથે ખૂબ જ ખુશ જોઈ શકાય છે. તેઓ ફિલ્મના સેટ પર બધા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

કરણ જોહરે શેયર કર્યો છે વીડિયો

કરણ જોહરે ફિલ્મ ‘લાઈગર’ના શૂટિંગ દરમિયાનનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેયર કર્યો છે. આમાં માઈક ટાયસન આખી ટીમ સાથે હળી ભળી રહ્યા છે. આ સાથે સેટ પર તેમની હાજરી પણ દરેકમાં ઉત્સાહ જગાવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કરણ જોહર, અનન્યા પાંડે અને એક્ટર વિજય દેવરકોંડાથી લઈને ફિલ્મના ડાયરેક્ટર પુરી જગન્નાથ ખૂબ જ ખાસ રીતે માઈક ટાયસનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

વિજય દેવરાકોંડાએ એક ખાસ સંદેશ શેયર કર્યો

બોક્સર માઈક ટાયસનના જન્મદિવસના અવસર પર સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાએ પણ તેમના માટે એક ખાસ સંદેશ લખ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું- ‘હેપ્પી બર્થડે માઈક ટાયસન. તમને મળવાનું મેં સ્વપ્નમાં પણ વિચાર્યુ ન હતું. તે બધું ભૂલી જાઓ જે તમારી પાસેથી મને મળ્યું . તમે જીવન માટે એક સ્મૃતિ છો.’ માઈક ટાયસનના જન્મદિવસ પર વિજય દેવરાકોંડાએ આ ખૂબ જ ભાવનાત્મક સંદેશ લખ્યો છે.

સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘લાઈગર’

તમને જણાવી દઈએ કે ‘લાઈગર’ આ વર્ષની બહુપ્રતિક્ષિત સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં વિશ્વભરમાં રિલીઝ થશે. ફિલ્મ ‘લાઈગર’માં વિજય દેવરાકોંડા માર્શલ આર્ટ ફાઈટર અને દિગ્ગજ બોક્સર માઈક ટાયસનના હરીફ તરીકે જોવા મળશે. માઈક ટાયસન અને અનન્યા પાંડેની આ પહેલી તેલુગુ ફિલ્મ હશે. તમને એ પણ જણાવી દઈએ કે ફિલ્મ ‘લાઈગર’માં રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

પુરી જગન્નાથ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે

પુરી જગન્નાથ ફિલ્મ ‘લાઈગર’નું નિર્દેશન કરી રહ્યા છે. જ્યારે, કરણ જોહર ‘લાઈગર’નું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મમાં તમને એક્શન, રોમાંચ અને ગાંડપણ જોવા મળશે, જેનો ઉલ્લેખ નિર્માતા કરણ જોહરે અગાઉ કર્યો હતો. આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">